બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / LPG ગ્રાહકો માટે મોટા સમાચાર: 16 ઓગસ્ટ સુધીમાં e-KYC નહીં કરાવો તો બંધ થઈ જશે ગેસ સિલિન્ડરનું બુકિંગ અને સબસિડી!
Last Updated: 10:49 PM, 15 August 2026
ઘરેલુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 16 ઓગસ્ટની તારીખ અત્યંત મહત્વપૂર્ણ છે. જો ગ્રાહકો આ સમયમર્યાદા સુધીમાં પોતાનું e-KYC પૂર્ણ નહીં કરે, તો તેઓ 16 August પછી નવા LPG સિલિન્ડરની બુકિંગ કરી શકશે નહીં. આ ઉપરાંત, ગેસ સિલિન્ડર પર મળતી સરકારી સબસિડીનો લાભ પણ બંધ કરી દેવામાં આવશે. ગેસ કનેક્શનને સક્રિય રાખવા માટે જૂના અને નવા તમામ ગ્રાહકો માટે e-KYC કરાવવું અનિવાર્ય છે. જોકે, જે ગ્રાહકોએ તાજેતરમાં જ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, તેમને ફરીથી આ પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે e-KYC કરાવવું ખાસ જરૂરી છે. આ સિવાય દેશની ત્રણેય મુખ્ય ગેસ કંપનીઓ ભારત ગેસ, ઈન્ડેન અને HP ગેસના તમામ ગ્રાહકોએ પણ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ગ્રાહકો માત્ર 16 ઓગસ્ટ સુધી જ e-KYC વગર સિલિન્ડર બુક કરી શકશે. ત્યાર બાદ e-KYC પૂર્ણ કર્યા વિના બુકિંગ થઈ શકશે નહીં.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બિઝનેસ / 1 શેર પર 2 શેર ફ્રી આપી રહી છે આ કંપની, બીજીવાર બોનસની કરી ઘોષણા
ADVERTISEMENT
ગ્રાહકો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી પોતાનું e-KYC કરાવી શકે છે. આ પ્રક્રિયા માટે ગ્રાહક પાસે આધાર કાર્ડ (Aadhaar Card), પાન કાર્ડ (PAN Card) અને એક પાસપોર્ટ સાઈઝ ફોટો હોવો જરૂરી છે.
ઓફલાઈન પ્રક્રિયા: ઓફલાઈન e-KYC કરાવવા માટે ગ્રાહકે પોતાની સંબંધિત ગેસ એજન્સીના કાર્યાલય પર જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે.
ADVERTISEMENT
ઓનલાઈન પ્રક્રિયા: ગ્રાહકો ઘરે બેઠા પણ ગેસ એજન્સીની અધિકૃત વેબસાઈટ અથવા મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન e-KYC કરી શકે છે:
ભારત ગેસ: 'Hello BPCL' એપ દ્વારા ઓનલાઈન e-KYC કરી શકાય છે.
ADVERTISEMENT
ઈન્ડેન ગેસ: 'IndianOil One' એપ દ્વારા e-KYC કરી શકાય છે.
HP ગેસ: 'HP Pay' એપ દ્વારા ઓનલાઈન e-KYC ની સુવિધા ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.