ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી બંગલામાં પ્રવેશ્યાં, સવા લાખ રોકડા- 59 તોલા સોનાના દાગીના લૂંટ્યાં
Last Updated: 02:34 PM, 11 October 2026
ADVERTISEMENT
વલસાડમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી બંગલામાં પ્રવેશેલા લૂંટારાઓએ ઘરના પરિવારને ઘાતક હથિયાર અને બંધુક વડે બાનમાં લઇ ધાડ ચલાવી ફરાર થઇ ગયા હતા . ધાડનો મુખ્ય માસ્ટર માઈન્ડ આખરે 8 વર્ષે ઝડપાયો છે. આરોપીઓએ ઘરમાં રહેલ 59 તોલા સોના દાગીના અને સવા લાખની ની લૂંટ આચરી હતી.
ADVERTISEMENT
પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ અગાઉ કરી હતી
લૂંટારુઓએ ઘરમાં રહેલ સવા લાખ રોકડા અને 59 તોલા સોનાના દાગીના ની લૂંટ કરી હતી. બે કાર માં આવેલ આ 10જેટલા ધાડપાડુઓ એ પોતાના મોઢા પર બુકાની બાંધેલ હતી . જે તે વખતે વલસાડ પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ આ ગેંગ નો માસ્ટરમાઈન્ડ પોલીસ પકડથી દૂર હતો. વલસાડ ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગ નો માસ્ટરમાઈન્ડ મહમદ ઉંમરને મહારાષ્ટ્ર રાજ્યના થાણા જિલ્લાના મુમરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.. ઝડપાયેલ આરોપી એક સાથે અપરાધી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે.
ADVERTISEMENT
મુદ્દા માલ પરિવારને ન મળ્યો
લાંબા સમય પછી મુખ્ય આરોપી મહંમદ ઉમર ઝડપાઈ જતા પટેલ પરિવારમાં એક આશા જાગી છે.. લાખો રૂપિયાના સોનાની લૂંટ ના મામલે આરોપીઓ તો પકડાય છે પરંતુ મુદ્દા માલ પરિવારને મળતો નથી તે મામલે હવે પટેલ પરિવાર ને આશા છે કે આરોપી ના રિમાન્ડ દરમિયાન મુદ્દા માલ ક્યાં રાખવામાં આવ્યો હતો તેની ભાળ પોલીસને મળે.. અને આઠ વર્ષ પછી તેમની મરણ મૂડી પાછી મળે તેવી આશા પરિવાર રાખી રહ્યું છે.2018 માર્ચ મહિનાના ધુળેટીના દિવસ આ પટેલ પરિવાર માટે આફતનો દિવસ બન્યો હતો બંદૂકને અણીએ પરિવારને બાનમાં લઈને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી જોકે વલસાડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે આઠ વર્ષે મુખ્ય આરોપી મોહમ્મદ ઉંમર ઝડપાઈ ચૂક્યો છે આરોપી હાલે પોલીસ રિમાન્ડ પર છે ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપીના ગુનાહિત ઇતિહાસ તેમજ લૂંટમાં ગયેલ લાખો રૂપિયાના સોનાના દાગીના ની રિકવરી થાય તેવી આશા પરિવાર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT