ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદમાં ઓનલાઈન ગેમ રમતાં દેવું થઈ જતાં યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત
Last Updated: 12:49 PM, 11 October 2026
ADVERTISEMENT
હળવદ તાલુકાના ઘણાંદ ગામમાં ઓનલાઈન ગેમિંગની લતે એક યુવાનનો જીવ લીધો હતો. 31 વર્ષીય ઘનશ્યામ સોલંકીએ ઓનલાઈન ગેમમા દેવું થઈ જતાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
ADVERTISEMENT
ઓનલાઈન ગેમ રમવાની ટેવ
સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘણાંદ ગામના રહેવાસી ધનશ્યામભાઈ સોલંકીને ઓનલાઈન ગેમ રમવાની ટેવ હતી. ગેમ રમતી વખતે મોટી રકમ ગુમાવવાના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમના પર દેવું વધી ગયું હતું.
ADVERTISEMENT
સારવાર દરમિયાન મોત
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તબીબોની સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગેની જાણ થતાં જ હળવદ પોલીસ મથકની ટીમે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દર્જ કરીને યુવકના પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની તપાસ અને તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT