ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પીરાણા પાસે ગટરમાં પડેલી 10 વર્ષની દિવ્યાંગ બાળકીની હજુ સુધી ભાળ નહીં, સાબરમતીમાં શોધખોળ
Last Updated: 10:57 AM, 11 October 2026
ADVERTISEMENT
અમદાવાદના નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ઉંડી ડ્રેનેજ લાઈનમાં પડેલી 10 વર્ષની બાળકીની હજુ સુધી ભાળ મળી નથી. ફાયર બ્રિગેડે સાબરમતી નદીમાં તેની શોધખોળ શરુ કરી છે. નારોલ-પીરાણા રોડ પર ખુલ્લી ઉંડી ડ્રેનેજ લાઈનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી પડી હતી. આ બાબતની જાણ બાળકીની માતાને થતા માતાએ બુમાબુમ કરી મુકતા આજુબાજથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા મેયર પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા.
ADVERTISEMENT
માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી ત્યારે ગટરમાં ગરકાવ થઈ બાળકી
મનીષા સલાટ તેના પરિવાર સાથે કેનાલ પાસે ન્હાવા ગયા બાદ રિક્ષામાં ઘરે પરત ફરી રહી હતી. પરિવાર પીપલજ ઓક્ટ્રોય નાકા પાસે રિક્ષામાંથી નીચે ઊતર્યો હતો. આ દરમિયાન બાળકીની માતા પારુંબેન રિક્ષાનું ભાડું ચૂકવી રહ્યાં હતાં. ત્યારે મનીષા બે ડગલાં પાછળ ચાલી ગઈ અને ખુલ્લી ગટરમાં ખાબકી હતી. મનીષાના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ADVERTISEMENT
ગટરમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી બાળકી તણાઈ ગઈ
ફાયર ઓફિસર પ્રિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે સ્થળ પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. ગટરમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી બાળકી પાણી સાથે તણાઈને આગળ નીકળી ગઈ હોવાની આશંકા છે.
ADVERTISEMENT
ગટરમાં એક કિમી સુધી શોધખોળ
ADVERTISEMENT
ફાયરબ્રિગેડની ટીમે ગટરની લાઇનમાં આશરે એક કિલોમીટર સુધી તપાસ હાથ ધરી હતી. જોકે, બાળકી પાણીના પ્રવાહમાં કેટલી દૂર સુધી તણાઈ ગઈ હોઈ શકે તે અંગે સ્પષ્ટતા થઈ શકી નહોતી. ગટરની અંદર પાણીનો પ્રવાહ, કેમિકલયુક્ત પાણી અને સ્થળ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ રેસ્ક્યૂ ટીમ માટે પડકારરૂપ બન્યાં હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT