ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી બળવાખોરોનો મોટો હુમલો, 12 લોકોનાં મોત અને 309 ઘાયલ
Last Updated: 06:56 AM, 11 October 2026
ADVERTISEMENT
શનિવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક જોરદાર ધડાકા સંભળાયા અને થોડી જ વારમાં એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. ટર્મિનલની અંદર કાટમાળ અને ધૂળ જોવા મળ્યાં, જ્યારે બહાર ધુમાડાના ગોટેગોટા ઊઠતા હોવાના અહેવાલ સામે આવ્યા. મુસાફરોની અવરજવરથી ધમધમતું એરપોર્ટ અચાનક બંધ કરવું પડ્યું. ઈરાન સમર્થિત હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 309 લોકો ઘાયલ થયા છે. આ અઠવાડિયામાં રિયાધ એરપોર્ટ પર આ ત્રીજો હુમલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સાઉદી અરેબિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના જણાવ્યા અનુસાર, આ હુમલામાં મૃત્યુ પામેલા 12 લોકોમાં ચાર સાઉદી નાગરિકો અને બે બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમેરિકા, જોર્ડન, પેલેસ્ટાઇન, સીરિયા, સુદાન અને ઇજિપ્તના એક-એક નાગરિકનાં પણ મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 309 થઈ ગઈ છે. આ ઘટનાને સાઉદી અરેબિયા વિરુદ્ધ હુતી બળવાખોરોના અભિયાનમાં મોટી ઉગ્રતા તરીકે જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હુમલા બાદ એરપોર્ટના ટર્મિનલ 3 ની આસપાસ જોરદાર વિસ્ફોટના અવાજ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાના અહેવાલ સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ટર્મિનલની અંદર ફ્લોર પર કાટમાળ અને ધૂળ જોવા મળી રહી છે. વીડિયોમાં એક વ્યક્તિ ત્યાંથી પસાર થતી પણ દેખાય છે. રોઇટર્સે ટર્મિનલ 3 ની છત, થાંભલા, સાઇનેજ અને અંદરના ભાગના ઉપલબ્ધ ફોટોગ્રાફ્સ સાથે વીડિયોની સરખામણી કરીને તેમાં દેખાતી જગ્યાની પુષ્ટિ કરી હતી. એક પ્રાદેશિક અધિકારી પાસેથી મળેલી માહિતીના આધારે વીડિયોની તારીખની પણ પુષ્ટિ કરવામાં આવી હતી. આ માહિતીમાં ટર્મિનલ 3 અને 4 ને નિશાન બનાવવામાં આવ્યાં હોવાનું જણાવાયું હતું.
ADVERTISEMENT
આ હુમલા બાદ સાઉદી અરેબિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને સુરક્ષા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફ્લાઇટ્સ સ્થગિત રાખવામાં આવશે. શનિવારે બપોરે ફ્લાઇટ ટ્રેકિંગ સેવા Flightradar24 ના ડેટા મુજબ એરપોર્ટ પરથી કોઈ વિમાન ઉડાન ભરતું કે ઉતરાણ કરતું જોવા મળ્યું નહોતું. રિયાધ તરફ આવી રહેલી કેટલીક ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ પર વાળવામાં આવી હતી, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ પરત ફરી હતી. એરપોર્ટ વહીવટીતંત્રે મુસાફરોને ઘરેથી નીકળતા પહેલાં પોતાની એરલાઇનનો સંપર્ક કરીને ફ્લાઇટની સ્થિતિની પુષ્ટિ કરવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
રિયાધ એરપોર્ટ પર શનિવારે થયેલો હુમલો આ અઠવાડિયાનો ત્રીજો હુમલો હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલાં ગુરુવારે પણ એરપોર્ટ પર બે હુમલા થયા હતા. શુક્રવારે સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ગુરુવારે થયેલા બંને હુમલામાં ત્રણ સાઉદી નાગરિકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સતત થઈ રહેલા હુમલાઓને કારણે એરપોર્ટની સુરક્ષા અને હવાઈ મુસાફરીને લઈને ચિંતા વધી છે. શનિવારના હુમલા બાદ એરપોર્ટની કામગીરી સ્થગિત કરાતાં મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળીબાર, બે બાળકો સહિત 9 લોકોના મોત
ADVERTISEMENT
રિયાધમાં આવેલા અમેરિકન દૂતાવાસે 10 ઓક્ટોબરના રોજ સુરક્ષા ચેતવણી જાહેર કરી હતી. દૂતાવાસે અમેરિકન નાગરિકોને કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી હતી. આ ઉપરાંત ફ્લાઇટ્સ રદ થવાની, એરસ્પેસ બંધ થવાની અને મુસાફરીમાં વિક્ષેપ સર્જાવાની શક્યતા અંગે પણ ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકન નાગરિકોને પોતાની ફ્લાઇટની સ્થિતિ જાણવા માટે સંબંધિત એરલાઇન અને એરપોર્ટનો સીધો સંપર્ક કરવા જણાવાયું હતું. દૂતાવાસની ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરેબિયામાં તૈનાત અમેરિકન સરકારી કર્મચારીઓને એરપોર્ટનો ઉપયોગ કરવા માટે ખાસ પરવાનગી લેવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT