ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:11 PM, 25 November 2026
ADVERTISEMENT
અમેરિકાએ ભારત અને ચીન સહિત વિશ્વના અનેક દેશોની ચીજવસ્તુઓ પર ભારે ઈમ્પોર્ટ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવી દરખાસ્ત અંતર્ગત સૌથી વધુ ચીન પર 40% ટેક્સ લગાવવાની વાત કરવામાં આવી છે, જ્યારે ભારત અને અન્ય છ દેશોના માલસામાન પર 25% સુધીની ઈમ્પોર્ટ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ભારત એવા સાત દેશોની યાદીમાં સામેલ છે જેના પર અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલયની નવી યોજના હેઠળ 25% સુધીનો ઈમ્પોર્ટ ટેક્સ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. ભારત ઉપરાંત આ 25% કરના પ્રસ્તાવમાં કંબોડિયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, તાઈવાન અને થાઈલેન્ડનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલયે અન્ય દેશો માટે પણ અલગ-અલગ કર દરો સૂચવ્યા છે. જે મુજબ બાંગ્લાદેશ, યુરોપિયન સંઘ, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર માટે 20% સુધી, વિયેતનામ માટે 35% સુધી અને ચીન માટે 40% સુધીની ઈમ્પોર્ટ ટેક્સના દરો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ સાથે જ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને બાંગ્લાદેશ માટે આ કરના દરો મહત્તમ 18% સુધી સીમિત રહેશે. બીજી તરફ, દક્ષિણ કોરિયા, તાઈવાન, યુરોપિયન સંઘ, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ માટે આ દરો 15% (સૌથી વધુ પસંદગીના રાષ્ટ્રની જકાત સિવાય) રહેશે, જ્યારે ચીન માટે પહેલેથી લાગુ કરાયેલી જકાત ઉપરાંત 20% નો વધારાનો દર લાગુ પડશે. બ્રાઝિલ માટે પ્રસ્તાવિત આયાત જકાતના ફેરફારો અંગે 14 જાન્યુઆરી 2027ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મુખ્ય વ્યાપારી ભાગીદાર દેશોમાં રહેલી વધારાની ઔદ્યોગિક ક્ષમતા પર નિયંત્રણ લાવવા અને અમેરિકાની વ્યાપાર ખાધ ઘટાડવાના ઉદ્દેશ્યથી આ કડક પગલું ભરવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એવા દેશો પર પહેલેથી લાગુ જકાતમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમના પર આર્થિક સહાય અને અન્ય સરકારી મદદ દ્વારા પોતાના સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપવાનો આરોપ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં નહીં થાય તપાસ
ઔદ્યોગિક સહાય અંગે અમેરિકા દ્વારા મહિનાઓ સુધી ચલાવવામાં આવેલી તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાની દલીલ છે કે સરકારી આર્થિક સહાય અને નીતિગત સમર્થનને કારણે વિદેશી ઉત્પાદકો ઓછી કિંમતે માલસામાન તૈયાર કરી શકે છે અને મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડે છે. આનાથી અમેરિકી કંપનીઓને અયોગ્ય નુકસાન થાય છે અને સ્થાનિક ઉત્પાદકો માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે આ સ્થિતિને કારણે અમેરિકાના વ્યવસાયો માટે ઘરેલુ ઉત્પાદન ક્ષેત્ર નબળું પડી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો