ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નેપાળમાં ફરી પૂરથી તબાહી, બુઢી ગંડકી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં 3 પુલ તણાયા અને અનેક ઘરોને નુકસાન

Nepal Flood / નેપાળમાં ફરી પૂરથી તબાહી, બુઢી ગંડકી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં 3 પુલ તણાયા અને અનેક ઘરોને નુકસાન

Published By: Nidhi Panchal

Last Updated: 09:35 AM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળના ગોરખા જિલ્લામાં બુધી ગંડકી નદીમાં અચાનક પૂર આવતાં ભારે નુકસાન થયું છે. પૂરના ધસમસતા પાણીમાં ત્રણ પુલ ધોવાઈ ગયા છે, જ્યારે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.

ADVERTISEMENT

નેપાળમાં ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળ્યો છે. શાંત વહેતી બુધી ગંડકી નદીએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગોરખા જિલ્લામાં આવેલા ભયાનક પૂરમાં ત્રણ પુલ ધોવાઈ ગયા છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. નદીના ધસમસતા પ્રવાહને કારણે રસ્તાઓને પણ ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિ ગંભીર બનતાં નેપાળના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કર્યા છે અને બચાવ ટીમો કામગીરીમાં જોડાઈ છે.

Nepal

પર્વત પરથી ખડકો પડતાં નદીનો પ્રવાહ અવરોધાયો

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ચુમનુબ્રી ગ્રામીણ મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર 6માં લોકપા અને ચુમલિંગ વચ્ચે પર્વત પરથી અચાનક કાદવ અને મોટા ખડકો પડ્યા હતા. જેના કારણે બુધી ગંડકી નદીનો પ્રવાહ અવરોધાયો હતો અને ત્યારબાદ અચાનક પૂર આવ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચેતવણી આપીને લોકોને નદીકિનારાથી દૂર રહેવા અને ત્રિશુલી દોભાન સુધીના વિસ્તારોમાં ઊંચી જગ્યાએ આશરો લેવા જણાવ્યું છે. પાણી ઓસરે ત્યાં સુધી સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.

ત્રણ પુલ ધોવાયા, 22 જેટલાં ઘરો જોખમમાં

પૂરના કારણે ચુમનુબ્રી-3માં ન્યાચેત અને સિરદીબાસને જોડતો જૂનો ઝૂલતો પુલ ધોવાઈ ગયો હતો. ધારચે-5માં મચાખોલા અને કેરોજાને જોડતો બીજો ઝૂલતો પુલ પણ પાણીમાં તણાઈ ગયો હતો. આ ઉપરાંત અરુઘાટના વોર્ડ 2 અને 3ને જોડતો સોટી ખાતેનો લોખંડનો પુલ પણ ધોવાઈ ગયો છે. માચાખોલાની નીચલી વસાહતમાં પાંચથી સાત ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, જ્યારે ધારચે-3ના સલેરીમાં 20થી 22 ઘરો જોખમમાં છે.

ઓગસ્ટના પૂરમાં ભારે જાનહાનિ અને નુકસાન

આ પહેલાં 26 ઓગસ્ટે નેપાળની ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરમાં 1400થી વધુ લોકોનાં મોત અને 6000થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ હતા. પૂરને કારણે આશરે 1.66 અબજ અમેરિકન ડોલરનું નુકસાન થયું હતું. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 83 ટકા નુકસાન માળખાગત સુવિધાઓને થયું હતું. રાસુવાથી શરૂ થયેલું પૂર નુવાકોટ અને ધાડિંગ સુધી ફેલાયું હતું. તેમાં 281 મેગાવોટના આઠ કાર્યરત અને 388 મેગાવોટના ચાર નિર્માણાધીન પાવર પ્રોજેક્ટ્સ પ્રભાવિત થયા હતા. ગાલ્ચી-બેત્રાવતી-રાસુવાગઢી રોડ, પૃથ્વી હાઇવે, 48 ઝૂલતા પુલ અને 31 વાહન પુલને પણ નુકસાન થયું હતું.

આ પણ વાંચો : સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી બળવાખોરોનો મોટો હુમલો, 12 લોકોનાં મોત અને 309 ઘાયલ

નેપાળે ભારતની મદદની પ્રશંસા કરી

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિમાલયમાં વધતા જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઓગસ્ટના પૂર બાદ મદદ બદલ ભારત અને ચીનનો આભાર માન્યો હતો. શાહે જણાવ્યું હતું કે વધતા તાપમાનને કારણે પર્વતોમાં થીજી ગયેલી જમીન પીગળી રહી છે, જેના કારણે હિમપ્રપાત, ખડકો પડવા, પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Bridge Collapse Budhi Gandaki River,

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ