ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ડોક્ટરના આપઘાત કેસમાં મહિલા ડોક્ટરની ધરપકડ, ભાવનગરની દીક્ષિતા ઘેવરીયા-રાજુલાની હિના ભૂતની ધરપકડ
Last Updated: 01:12 PM, 11 October 2026
ADVERTISEMENT
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉ.હર્ષ પંડ્યાના ચકચારી આત્મહત્યા કેસમાં પોલીસે બે મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે. ખડોદરા પોલીસે ભાવનગરની 25 વર્ષીય દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની 27 વર્ષીય હિના ભૂતનીની ધરપકડ કરી છે જ્યારે ફરાર 2 આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
2 ડોક્ટરની ધરપકડ, 2 આરોપીઓ ફરાર
પોલીસે આ કેસમાં 4 ડોક્ટરોને આરોપીઓ બનાવ્યાં છે જેમાં બે મહિલા આરોપી દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓ ફરાર છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : સૌથી નાનો 'કોકરોચ' પણ પકડાઈ ગયો, ખૂબ દોડ્યો પછી જવાને તેડી લીધો, વીડિયો વાયરલ
શું હતો મામલો?
ADVERTISEMENT
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.
માનસિક ત્રાસને કારણે હર્ષ પંડ્યાએ કર્યો આપઘાત
ADVERTISEMENT
સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં હર્ષ પંડ્યાને ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’
ADVERTISEMENT
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ચાર સિનિયર ડૉક્ટરોમાંથી ત્રણ મહિલા છે. આરોપ છે કે તેઓ હર્ષ પંડ્યાને ગાળો આપી અપમાનિત કરતા અને કલાકો સુધી માનસિક રીતે હેરાન કરતા હતા.તપાસ દરમિયાન એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે સિનિયર ડૉક્ટરો હર્ષને ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’ કહીને અપમાનિત કરતા હતા. લાંબા સમય સુધી ટોર્ચરિંગ અને સતત માનસિક દબાણના કારણે હર્ષ પર ગંભીર અસર પડી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT