ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / PhonePe-BHIM પર આવ્યું NPS Tatkal, માત્ર 3 સ્ટેપમાં ખોલો પેન્શન ખાતું

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / PhonePe-BHIM પર આવ્યું NPS Tatkal, માત્ર 3 સ્ટેપમાં ખોલો પેન્શન ખાતું

Last Updated: 02:38 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટિ (PFRDA) દ્વારા ફોનપે (PhonePe) અને ભીમ (BHIM) એપ પર 'NPS તત્કાલ' સુવિધા શરૂ કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. PhonePe-BHIM પર આવ્યું NPS Tatkal, માત્ર 3 સ્ટેપમાં ખોલો પેન્શન ખાતું

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ની 'તત્કાલ' સુવિધા હવે લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ જેમ કે PhonePe અને BHIM પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. આ નવી સુવિધાથી પાત્ર વપરાશકર્તાઓ માટે માત્ર 3-સ્ટેપની સરળ ડિજિટલ પ્રોસેસ દ્વારા પેન્શન એકાઉન્ટ ખોલવું અત્યંત સરળ બની ગયું છે. આ પગલાથી પેમેન્ટ એપ્સના માધ્યમથી રિટાયરમેન્ટ સેવિંગ્સ શરૂ કરવાનો રસ્તો વધુ સરળ બન્યો છે અને રજીસ્ટ્રેશનમાં લાગતો સમય ઘટ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નિયમો સમજી લેવા જોઈએ

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરવામાં આવી છે. આ પહેલથી પહેલીવાર રોકાણ કરતા યુવાનો કે વ્યાવસાયિકો માટે રિટાયરમેન્ટ પ્લાનિંગની શરૂઆત કરવી ખૂબ જ અનુકૂળ બનશે. જો કે, એકાઉન્ટ ખોલતા પહેલા યુઝર્સે પોતાના બેંકની પાત્રતા ચોક્કસ તપાસી લેવી જોઈએ અને સ્કીમના જોખમો તથા પૈસા ઉપાડવાના નિયમો સમજી લેવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. PhonePe અથવા BHIM દ્વારા NPS એકાઉન્ટ કેવી રીતે ખોલવું?

PFRDA ની જાહેરાત મુજબ સપોર્ટેડ પેમેન્ટ એપ્સ દ્વારા એનપીએસ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. વપરાશકર્તાઓ 'NPS તત્કાલ' સુવિધાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જરૂરી માહિતી ભરીને પાત્ર બેંક એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે. UPI ના માધ્યમથી પ્રારંભિક યોગદાન (Initial Contribution) પૂર્ણ કરી શકાશે. માહિતી અને પેમેન્ટ સફળતાપૂર્વક વેરિફાઈ થયા બાદ, સબ્સ્ક્રાઇબરને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) મળી જાય છે, જે NPS એકાઉન્ટ માટે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર તરીકે કામ કરે છે. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા યુઝર્સે ચકાસી લેવું કે તેમની એપ પર આ ફીચર ઉપલબ્ધ છે કે નહીં અને તેમનું બેંક એકાઉન્ટ તેના માટે સપોર્ટેડ છે કે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓછું રોકાણ

NPS તત્કાલ માટે બતાવવામાં આવેલ કમસે કમ પ્રારંભિક યોગદાન માત્ર Rs 250 છે. પેમેન્ટ કરતા પહેલા યુઝર્સે રજીસ્ટ્રેશન દરમિયાન દર્શાવવામાં આવેલી રકમ અને જરૂરી શરતો ચકાસી લેવી જોઈએ. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ દ્વારા એકાઉન્ટ ખોલવાથી NPS રોકાણની પદ્ધતિમાં કોઈ બદલાવ આવતો નથી. આ યોગદાન માર્કેટ-લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવામાં આવે છે અને રિટર્ન પસંદ કરેલા પેન્શન ફંડના પ્રદર્શન પર આધાર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રિટાયરમેન્ટ સેવિંગ

NPS એ લાંબા ગાળાની રિટાયરમેન્ટ સેવિંગ માટે બનાવવામાં આવી છે, તેથી રોકાણકારોએ રોકાણ કરતા પહેલા પોતાના રોકાણની અવધિ અને જોખમ ઉઠાવવાની ક્ષમતાનું આકલન કરવું જરૂરી છે. જે લોકોએ હજુ સુધી રિટાયરમેન્ટ માટે બચત શરૂ નથી કરી, તેમના માટે NPS તત્કાલ એક ઉત્તમ ડિજિટલ માધ્યમ પૂરું પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BHIMApp PhonePe NPS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ