બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શિવજીનું ચમત્કારિક મંદિર, જ્યાંની રાખથી દૂર થાય છે ચામડીના દરેક રોગ, હજારો વર્ષનો છે ઈતિહાસ

શ્રાવણ સ્પેશિયલ / શિવજીનું ચમત્કારિક મંદિર, જ્યાંની રાખથી દૂર થાય છે ચામડીના દરેક રોગ, હજારો વર્ષનો છે ઈતિહાસ

Published By: Kalpesh Kandoria

Last Updated: 07:30 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન આ મંદિર પણ પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ બરાબર જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા એવો છે કે ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ મંદિર શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે.

અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં મહાદેવનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલુ છે, જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. ભગવાન ભોલેનાથના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. સોમનાથના દર્શન માત્રથી તેમના ભવ-ભવના પાપોનો નાશ થાય છે.

વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન આ મંદિર પણ પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ બરાબર જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા એવો છે કે ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ મંદિર શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે. દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્શનનો લ્હાવો લેવાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

એક હજાર વર્ષ પૂર્વે પ્રભાસના સોમનાથ મંદિરેથી અખંડજ્યોત લાવી અહીં પ્રસ્થાપીત કરેલી છે જે આ સ્થાનના મહત્તાની સાક્ષી પૂરે છે. મંદિરમાં ઋષિ મુનીઓની સમાધિ આવેલી છે. લોક વાયકા છે. કે અહિયાં ઋષિ મુનીઓ દ્વારા આ મંદિરમાં તપ કરવામાં આવતુ હતુ.

મંદિરમાં આવેલી ઋષિમુનીઓની સમાધિના દર્શન કરીને ભાવિકો ધન્ય થાય છે. ભક્તોને મન દેવાધિદેવ મહાદેવના દર્શન જેટલો જ મહિમા પાવનકારી જ્યોતના દર્શનનો પણ છે. માન્યતા અનુસાર અહીંના દર્શન શ્રદ્ધાળુઓને સોમનાથ દાદાના દર્શન જેટલા જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. અને આ સ્થાનકની અખંડતા અને દિવ્યતા પરમશાંતિની અનુભૂતિ કરાવે છે.

અમદાવાદના સોમનાથ મહાદેવ પર અભિષેકનું અદકેરુ મહત્વ છે. મંદિરનુ વિશેષ મહત્વ મંદિરમાં હજારો વર્ષોથી ચાલતા ધૂણાને કારણે પણ છે. ઋષિ મુનીઓ દ્વારા આ જ ધૂણામાં હવન કરવામાં આવતા હતા મંદિરમાં આવતા ભક્તો વર્ષો જુના ધુણાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ધુણાની રાખથી પશુઓ અને લોકોને ચામડીના દરેક રોગથી મુક્તિ મળે છે..જેમને ચામડીના રોગ કે કોઈ બિમારી છે તેમની દરેક સમસ્યાના નિવારણ માટે

આ પણ વાંચો- પાંડવોથી ભીમશિલા સુધી: કેદારનાથની અદ્ભુત કથા જે આજે પણ વૈજ્ઞાનિકોને વિચારવા કરે છે મજબૂર

ધૂણાની રાખ અમૃત સમાન માનવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં હજારો વર્ષ જૂનો પીપળો આવેલો છે. ભાવિકો મહાદેવના દર્શન કરી પીપળે જળ ચડાવીને ધન્યતા અનુભવે છે. લોકોને પડતી ગ્રહપીડાથી મુક્તિ માટે મંદિરમાં આવીને પોતાને નડતા ગ્રહો, નવચંડી યજ્ઞ ,લધુરૂદ્ર યજ્ઞ, કાલસર્પ યોગ, મંગળદોષ, નવગ્રહશાંતિ યજ્ઞ જેવી વિવિધ પૂજા અહીં થાય છે.

મંદિરમાં એક ગૌશાળા આવેલી છે. જે ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે. એ ગાયને ધાસ ખવડાવે છે. અને પુણ્યની અનુભૂતિ કરે છે. ગૌશાળામાં રહેલ ગાયના દુધથી સોમનાથ દાદાને અભિષેક કરવામાં આવે છે.

અમદાવાદના સોમનાથના દર્શને આવનારા દરેકના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે. અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક કામના મહાદેવ પરિપૂર્ણ કરે છે. મહાદેવના દર્શન માત્રથી એક અદભુત આનંદનો અનુભવ કરી લોકો ધન્યતા અનુભવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Somnath Mahadev Temple Ahmedabad Somnath Temple Ancient Shiva Temple

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ