બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / પુત્ર જ બન્યો પરિવાર માટે કાળ, ભાઈ-માતાની કરી નિર્મમ હત્યા, ChatGPTથી થયો ખુલાસો

NRI / પુત્ર જ બન્યો પરિવાર માટે કાળ, ભાઈ-માતાની કરી નિર્મમ હત્યા, ChatGPTથી થયો ખુલાસો

Published By: Nirav Kumar

Last Updated: 03:41 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં 17 વર્ષીય ભારતીય મૂળના યુવક પર માતા અને ભાઈની હત્યાનો આરોપ છે અને તપાસમાં ChatGPTનો ઉપયોગ સામે આવ્યો છે. આ ઘટનાએ AI ચેટબોટના ગેરઉપયોગ અંગે ફરીથી ચર્ચા શરૂ કરી છે.

અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીંયા 17 વર્ષીય ભારતીય મૂળના યુવક પર પોતાની માતા અને 14 વર્ષીય નાના ભાઈની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બંનેના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપીની ChatGPT સાથે થયેલી વાતચીત પણ સામે આવી છે. કહેવામાં આવે છે કે તેને પરિવારની હત્યા સંબંધિત હિંસક વિચારો અંગે AI ચેટબોટનો ઉપયોગ કર્યો હતો. હાલમાં આરોપી પોલીસની કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.

આ ઘટના મેસાચ્યુસેટ્સના એક્ટન વિસ્તારની છે. આરોપીની ઓળખ અર્જુન અરવિંદ તરીકે થઈ છે. તેના પર 45 વર્ષીય માતા સુધા વેંકટેસન અને 14 વર્ષીય ભાઈ સિદ્ધાર્થ અરવિંદની હત્યાના બે કેસ નોંધવામાં આવ્યા છે.

aa ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક ટ્યુટર સાંજે લગભગ 6:30 વાગ્યે ભણાવવા માટે ઘરે પહોંચી. ઘણી કોશિશ કર્યા છતાં દરવાજો ખૂલ્યો નહીં. તેને અરવિંદના પિતાનો સંપર્ક કર્યો. પિતા પણ પરિવાર સાથે વાત કરી શકતા ન હતા. ત્યારબાદ પોલીસને ઘરની તપાસ માટે બોલાવવામાં આવી. પોલીસ પહોંચી ત્યારે માતા અને ભાઈ બંને મૃત અવસ્થામાં મળ્યા હતા. માતાનો મૃતદેહ બેઝમેન્ટમાં હતો જ્યારે ભાઈનો મૃતદેહ પહેલા માળ પર મળ્યો. અધિકારીઓના જણાવ્યા મુજબ બંનેના શરીર પર ઈજાના નિશાન હતા. જોકે મૃત્યુનું ચોક્કસ કારણ મેડિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હત્યામાં કયા હથિયારનો ઉપયોગ થયો હતો તેની પણ તપાસ ચાલુ છે.

  • AIને લઈને ફરીથી સવાલો ઊભા થયા

આ ઘટનાએ એક વાર ફરી AI ચેટબોટના ઉપયોગ અંગે સવાલો ઊભા કર્યા છે. જેમાં હિંસા સંબંધિત કેસોમાં AIના ઉપયોગનો આ એકમાત્ર કેસ નથી. અમેરિકાના ફ્લોરિડામાં 2025ની એક યુનિવર્સિટી શૂટિંગ બાદ પણ OpenAI સામે તપાસ શરૂ થઈ હતી. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે સંદિગ્ધે ChatGPT પર હથિયારો અને હુમલા સંબંધિત માહિતી શોધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં OpenAIએ આ આરોપો પર પોતાની જવાબદારીનો ઇનકાર કર્યો હતો.

આ અંગે કંપનીનું કહેવું છે કે ChatGPTને હિંસા કરવાની રીત કે તેની યોજના બનાવવાની માંગોને રોકવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ગંભીર ખતરાના સંકેત મળે તો વાતચીતની સમીક્ષા કરી શકાય છે અને જરૂર પડે તો કાયદા અમલીકરણ એજન્સીઓનો પણ સંપર્ક કરી શકાય છે.

બેંગલુરુમાં પણ આવો કેસ સામે આવ્યો હતો

AIના ઉપયોગ સાથે જોડાયેલો આવો કેસ ભારતમાં પણ સામે આવી ચૂક્યો છે. જેમાં બેંગલુરુમાં એક વ્યક્તિ પર પોતાના પાર્ટનરના પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર તેને અનેક મહિનાઓ સુધી Google Gemini પર હત્યા સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા.

વધુ વાંચો : કેનેડામાં ભારતીય મહિલાની હત્યાનો મામલો: 7 મહિના બાદ હત્યારો પાર્ટનર એરપોર્ટ પરથી ઝડપાયો

આવી ઘટનાઓ બાદ AI ચેટબોટના ખોટા ઉપયોગ અંગે ચર્ચા તેજ બની છે. જોકે કોઈપણ કેસમાં AIનો ઉપયોગ સામે આવવો એ પોતે જ એ વાત સાબિત કરતું નથી કે અપરાધ માટે તે જ જવાબદાર હતું. અમેરિકાના આ કેસમાં પણ તપાસ એજન્સીઓ હજુ પૂરી ઘટનાની કડીઓ જોડી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

murder case shocking case AI chatbots

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ