બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્વતંત્રતા દિવસ સમારોહમાંથી ફરી ગાયબ થયા રાહુલ ગાંધી-ખરગે, સામે આવ્યું કારણ

નેશનલ / સ્વતંત્રતા દિવસ સમારોહમાંથી ફરી ગાયબ થયા રાહુલ ગાંધી-ખરગે, સામે આવ્યું કારણ

Published By: Bijal Vyas

Last Updated: 12:12 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજર રહ્યા ન હતા. 2024માં તેમની બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લાલ કિલ્લા પર યોજાયેલા 80મા સ્વતંત્રતા દિવસના સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સતત બીજા વર્ષે હાજરી આપી ન હતી. નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, 'ટેબલ ઓફ પ્રેસિડેન્સ' અનુસાર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ પછી તરત જ સીટ આપવામાં આવી હતી.

2024માં શું થયુ હતું?

વર્ષ 2024ની શરૂઆતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન બેઠક વ્યવસ્થાને લઈને એક મોટો વિવાદ સર્જાયો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને છેલ્લી હરોળથી આગળની હરોળમાં એટલે ​​કે છેલ્લેથી બીજી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. જે સ્થાપિત પરંપરા અને પ્રોટોકોલથી વિપરીત હતું.

વિપક્ષે આનો સખત વિરોધ કરતા તેને જનતાનું અપમાન ગણાવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમનું આયોજન કરનાર સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને સ્થાન આપવા અને તેમનું સન્માન કરવા માટે બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે તણાવ

સંસદના તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષી પક્ષો વચ્ચે વધેલા તણાવના સંદર્ભમાં આ બંને મુખ્ય નેતાઓની ગેરહાજરીને જોવામાં આવી રહી છે. ગુરુવારે અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરાયેલા આ સત્ર દરમિયાન, બંને પક્ષોએ એકબીજા પર કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂક્યો હતો.

20 જુલાઈએ સંસદ તરફ વિદ્યાર્થીઓની માર્ચ (કૂચ) સાથે શરૂ થયેલા સત્ર દરમિયાન બાર ખરડા પસાર કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી માત્ર એક જ ખરડા પર વિગતવાર ચર્ચા થઈ શકી, જે પેપર લીકને રોકવાના ઉદ્દેશ્યવાળો કાયદો હતો.

આ પણ વાંચોઃ VIDEO : લાલ કિલ્લા પર ભીડની વચ્ચે ગયા વડાપ્રધાન મોદી, વિદ્યાર્થીઓ સાથે મિલાવ્યો હાથ

વિપક્ષે ચા પાર્ટીનું કર્યો હતો બહિષ્કાર

ઉલ્લેખનીય છે કે, સત્રની સમાપન બાદ, કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા સાથી પક્ષો સાથે મળીને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આયોજિત પરંપરાગત ચા-પાર્ટીનો પણ બહિષ્કાર કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mallikarjun kharge rahul gandhi stayed away from Independence day ceremony

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ