બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે 15 ઓગસ્ટે હરિયાળી તીજ! શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતનું મહત્વ જાણો

photo-story

5 ફોટો ગેલેરી

Hariyali Teej 2026 / આજે 15 ઓગસ્ટે હરિયાળી તીજ! શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતનું મહત્વ જાણો

Last Updated: 08:03 AM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Hariyali Teej 2026: આજે શનિવાર, 15 ઓગસ્ટના રોજ હરિયાળી ત્રીજનો તહેવાર ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવતો આ તહેવાર પરિણીત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા-અર્ચના કરે છે, તેઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.

1/5

photoStories-logo

1. હરિયાળી ત્રીજનું ધાર્મિક મહત્વ

હરિયાળી ત્રીજને માતા પાર્વતી અને ભગવાન શિવના પવિત્ર મિલનનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને સુહાગિન મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારના સુખ માટે વ્રત રાખે છે.ઘણી મહિલાઓ આ દિવસે નિર્જળ વ્રત પણ રાખે છે. માન્યતા છે કે શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવ-પાર્વતીની પૂજા કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. માતા પાર્વતીને આ દિવસે 'તીજ માતા' તરીકે પણ પૂજવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હરિયાળી ત્રીજની કથા

હિંદુ ધર્મમાં હરિયાળી તીજનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવે માતા પાર્વતીની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા. તેથી હરિયાળી તીજને શિવ અને પાર્વતીના મિલન સાથે જોડાયેલો પવિત્ર તહેવાર માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હરિયાળી તીજની પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અનેક જન્મો સુધી કઠોર તપસ્યા કરી હતી. બાળપણથી જ માતા પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે મેળવવાનો સંકલ્પ કરી ચૂક્યા હતા. તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે લાંબા સમય સુધી તપ કર્યું હતું.માન્યતા અનુસાર માતા પાર્વતીએ 107 જન્મ સુધી કઠોર તપસ્યા કરી હતી. 108મા જન્મમાં તેમણે અન્ન અને જળનો ત્યાગ કરીને વનમાં રહીને ભગવાન શિવની આરાધના કરી હતી. તેમની અડગ ભક્તિ અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હરિયાળી ત્રીજની પૂજા વિધિ

સાંજના સમયે, 'સોળ શણગાર' સજીને ઘરના ઈશાન ખૂણામાં લાકડાનો એક નીચો પાટલો (બાજટ) મૂકો અને તેના પર પીળું વસ્ત્ર પાથરો. પછી તેની પર ભગવાન શિવ અને માતા પાર્વતીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો.સૌપ્રથમ, ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પૂજાની સફળ સમાપ્તિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ, ભગવાન શિવ અને માતા પાર્વતીને ફૂલ, ફળ અને મીઠાઈ અર્પણ કરો. ભગવાન શિવને બિલીપત્ર અને જળ અર્પણ કરો, તથા માતા પાર્વતીને શણગારની સામગ્રી અર્પણ કરો. ત્યારબાદ, હરિયાળી ત્રીજની કથા સાંભળો અથવા વાંચો અને અંતે આરતી કરો. પૂજા પછી પરિવારના વડીલોના આશીર્વાદ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હરિયાળી ત્રીજ પૂજાનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, હરિયાળી ત્રીજની તૃતીયા તિથિ શુક્રવાર, 14 ઓગસ્ટના રોજ સાંજે 6:46 વાગ્યે શરૂ થશે અને શનિવાર, 15 ઓગસ્ટના રોજ સાંજે 5:28 વાગ્યે સમાપ્ત થશે. 15ઓગસ્ટના રોજ પૂજા માટેનો સૌથી શુભ સમય સૂર્યોદયથી સવારે 9:08 વાગ્યા સુધીનો રહેશે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hariyali Teej 2026 Hariyali Teej Katha puja vidhi muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ