બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજે બની રહ્યો છે શુક્ર પુષ્કરાંશ’નો વિશેષ સંયોગ, 4 રાશિઓને થશે લાભ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / આજે બની રહ્યો છે શુક્ર પુષ્કરાંશ’નો વિશેષ સંયોગ, 4 રાશિઓને થશે લાભ

Last Updated: 01:08 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હરિયાળી તીજના દિવસે શુક્ર પુષ્કરાંશનો સંયોગ વૃષભ, મિથુન, તુલા, મકર અને મીન રાશિ માટે ખાસ લાભકારી રહેશે. આ દિવસે આવક વધારો, સંબંધોમાં મીઠાશ અને કરિયરમાં સકારાત્મક પરિવર્તનની શક્યતા છે.

1/7

photoStories-logo

1. પુષ્કરાંશ સ્થિતિ

કોઈપણ ગ્રહની પુષ્કરાંશ સ્થિતિ કુંડળીમાં શુભ માનવામાં આવે છે કેમ કે તેનો પ્રભાવ હંમેશા હકારાત્મક અને ફળદાયી રહે છે. ખાસ કરીને શુક્ર જ્યારે પુષ્કરાંશમાં હોય ત્યારે તેનો અસર વધુ મજબૂત બને છે કેમ કે શુક્ર પોતે જ અતિ-શુભ ગ્રહ છે. આ સંયોગથી જીવનમાં ધન, સુખ-સમૃદ્ધિ, પ્રેમ, કલા અને વૈવાહિક જીવન સંબંધિત સારા પરિણામો મળે છે. આ વર્ષની હરિયાળી તીજ જે 15 ઓગસ્ટે ઉજવાશે તે દિવસે ‘શુક્ર પુષ્કરાંશ’નો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ સાથે કાલપુરુષ કુંડળીમાં ભાગ્યેશ ચંદ્ર અને લાભેશ બુધ એકબીજા સાથે રાશિ પરિવર્તન પણ કરી રહ્યા છે જે ઘણી રાશિઓ માટે અનુકૂળ સાબિત થશે. અમુક રાશિઓ માટે તે ખાસ લાભકારી રહેશે. ચાલો જાણીએ કે કઈ રાશિઓને આ દિવસે ખાસ ફાયદો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

તમારા માટે શુક્ર પુષ્કરાંશનો પ્રભાવ ખાસ રહેશે. આવક વધારવાનો કોઈ નવો માર્ગ ખુલી શકે છે. નોકરીમાં તમારી પસંદગી અને ક્રિએટિવ વિચારો કામ આવશે. કાર્યસ્થળે પ્રશંશા મળવાની શક્યતા છે. વ્યવસાયમાં કોઈ જૂનો ક્લાયન્ટ ફરી જોડાઈ શકે છે. પ્રેમ સંબંધમાં વાતોની મીઠાશ વધશે. એકલા રહેતા લોકોની કોઈ ખાસ વ્યક્તિ સાથે વાતચીત શરૂ થઈ શકે છે. પરિવારમાં વાતાવરણ હળવું અને આનંદમય રહેશે. વિદ્યાર્થીઓ કલા, ડિઝાઇન કે કમ્યુનિકેશન સંબંધિત કામમાં સારું પ્રદર્શન કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન

તમારા માટે આ સંયોગ કમાણી અને સંપર્કો બંને માટે ફાયદાકારક રહેશે. કોઈ જૂના સંપર્કથી નવો પ્રોજેક્ટ મળી શકે છે. નોકરીમાં અટકેલી વાતચીત આગળ વધશે. પ્રમોશન કે નવી જવાબદારીની ખબર પણ આવી શકે છે. વ્યવસાયમાં વાતચીત દ્વારા ડીલ ફાઇનલ કરવાનો મોકો મળશે. પૈસા સંબંધિત કોઈ અટકેલું કામ પણ ઉકેલાઈ શકે છે. પ્રેમ સંબંધમાં ભાગીદાર સાથેની ગેરસમજ દૂર થશે. ભવિષ્યને લઈને કોઈ યોજના બની શકે છે. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા

તમારા માટે શુક્ર પુષ્કરાંશ સંબંધો અને વ્યક્તિગત વિકાસનો નવો રંગ લાવી શકે છે. કરિયરમાં તમારી વ્યક્તિત્વ કામ આવશે. કોઈ સીનીયર તમને મહત્ત્વપૂર્ણ કામ સોંપી શકે છે. વ્યવસાયમાં બ્રાન્ડ કે ઉત્પાદનની ઓળખ વધારવાનો મોકો મળશે. આવકમાં ધીરે-ધીરે સુધારો જોવા મળી શકે છે. કોઈ જૂનું પેમેન્ટ પણ પાછું મળી શકે છે. પ્રેમ સંબંધમાં રોમાન્સ વધશે. જીવનસાથી સાથેની જૂની નારાજગી દૂર થઈ શકે છે. સામાજિક વર્તુળમાં તમારી હાજરી ખાસ અનુભવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મકર

તમારા માટે આ સંયોગ મહેનતનું ફળ બતાવનારો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કરિયરની કોશિશો રંગ લાવી શકે છે. નોકરીમાં નવી ભૂમિકા મળવાના સંકેત છે. વ્યવસાયમાં કોઈ મહિલા સંપર્કથી ફાયદો મળી શકે છે. આવકનો બીજો સ્ત્રોત શરૂ કરવાનો વિચાર કામ આવશે. વ્યર્થ ખર્ચ અટકાવવાથી બચત મજબૂત બનશે. પ્રેમ સંબંધમાં ભાગીદાર તમારી મહેનતને સમજશે. પરિવારમાં કોઈ વડીલની સલાહ આગળ કામ આવશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધા કે સ્કિલ ટેસ્ટમાં ફાયદો મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન

તમારા માટે આ યોગ ભાવનાત્મક અને આર્થિક બંને મોરચે રાહત આપી શકે છે. કરિયરમાં અચાનક કોઈ સારી ખબર મળી શકે છે. ઘરેથી કામ કરનારા કે ફ્રીલાન્સ કરનારાઓને નવું કામ મળી શકે છે. વ્યવસાયમાં ક્રિએટિવ વિચારોથી કમાણી વધી શકે છે. જૂના રોકાણ કે અટકેલા પેમેન્ટથી ફાયદો મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધમાં વાત કરવાથી સંબંધ મજબૂત બનશે. એકલા લોકોની કોઈ જૂના પરિચિત સાથે ફરી વાતચીત શરૂ થઈ શકે છે. પરિવારમાં તમારી વાતને મહત્ત્વ મળશે. વિદ્યાર્થીઓનું ધ્યાન વધુ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Pushkrashan Taurus Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ