બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દરરોજ ગગડી રહ્યો છે HDFC બેંકનો શેર, રોકાણકારો થયા પાયમાન, 5 વર્ષમાં રિટર્ન ઝીરો

બિઝનેસ / દરરોજ ગગડી રહ્યો છે HDFC બેંકનો શેર, રોકાણકારો થયા પાયમાન, 5 વર્ષમાં રિટર્ન ઝીરો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:32 PM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HDFC Bank Share: એચડીએફસી બેંકના શેરમાં સતત ઘટાડાથી રોકાણકારોની ચિંતા વધી રહી છે. 12 ઓગસ્ટના શેર ₹722 ના 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો.

HDFC Bank Share: એચડીએફસી બેંકના શેરમાં સતત ઘટાડાથી રોકાણકારોની ચિંતા વધી રહી છે. 12 ઓગસ્ટના શેર ₹722 ના 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો. Q1FY27 ના નબળા પરિણામો, NIM પર દબાણ અને FII દ્વારા સતત વેચાણ શેર પર ભારે પડી રહી છે. આ વર્ષે બેંકના માર્કેટ કેપમાં પણ આશરે ₹4 લાખ કરોડનો ઘટાડો થયો છે.

એચડીએફસી બેંકને ભારતીય બેંકિંગ ક્ષેત્રની સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક માનવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તેનું શેરબજારનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી. 2023 માં એચડીએફસી લિમિટેડ સાથેના મર્જર પછી બેંકનું કદ નોંધપાત્ર રીતે વધ્યું. જોકે, બેંક તેની મોટી બેલેન્સ શીટ સાથે ગ્રોથ અને માર્જિનને સંતુલિત કરવામાં સમય લઈ રહી છે.

રોકાણકારોને આશા હતી કે એચડીએફસી બેંક મર્જર પછી તેની કમાણી અને વળતર ગુણોત્તરમાં ઝડપથી સુધારો કરશે, પરંતુ આ રિકવરી અપેક્ષા કરતાં ધીમી રહી છે.

52 અઠવાડિયાના નીચા સ્તરે શેર

બ્લૂમબર્ગના ડેટા અનુસાર 12 ઓગસ્ટના જ્યારે એચડીએફસી બેંકનો શેર 52 અઠવાડિયાના નવા નીચા સ્તરે પહોંચ્યો ત્યારે તેનું માર્કેટ કેપ ₹11.14 લાખ કરોડ હતું, જ્યારે આઇસીઆઇસીઆઇ બેંકનું માર્કેટ કેપ ₹10.21 લાખ કરોડ હતું. આ બે પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, જેનું માર્કેટ કેપ 12 ઓગસ્ટના રોજ ₹9.96 લાખ કરોડ હતું.

એચડીએફસી બેંકના શેર પર આ વર્ષે સતત દબાણ વધી રહ્યુ છે. 12 ઓગસ્ટ 2026ના રોજ ટ્રેડિંગ દરમિયાન બેંકનો શેર 52 અઠવાડિયાના નીચા સ્તરે ₹722 પર પહોંચ્યો. નબળા પ્રથમ ત્રિમાસિક પરિણામો, માર્જિન દબાણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચાણને કારણે શેર સેન્ટિમેન્ટ પર અસર પડી છે. વર્ષની શરૂઆતમાં બેંકનો શેર ₹991 પર હતો.

13 ઓગસ્ટના બપોરે 3 વાગ્યા સુધીમાં HDFC બેંકના શેર NSE પર 0.37% ઘટીને ₹726.25 પર ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઇ પર તેઓ 0.39% ઘટીને ₹726.15 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

VTV Digital 1

આ પણ વાંચોઃ બિઝનેસ / સોનાની સરકારી સ્કીમમાં છપ્પરફાડ કમાણી! ₹1 લાખનું રોકાણ બન્યું ₹4.61 લાખ

પાંચ વર્ષના વળતર અંગે પ્રશ્નો

એચડીએફસી બેંકના શેરમાં તાજેતરમાં આવેલી કમજોરીએ રોકાણકારોને લાંબા ગાળાના વળતર અંગે ચિંતાઓ પણ વધારી છે. છેલ્લા પાંચ વર્ષમાં એચડીએફસી બેંકના શેરે લગભગ શૂન્ય અથવા નગણ્ય વળતર (લગભગ 3% થી 5%) આપ્યું છે. જો કે કોઈપણ સમયગાળા માટે વળતરની ગણતરી કરતી વખતે શરૂઆતની તારીખ, ડિવિડન્ડ અને કોર્પોરેટ એક્શન ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. તેથી ફક્ત વર્તમાન શેરના ભાવને પાંચ વર્ષના ભાવ સાથે સરખાવવાથી સંપૂર્ણ ચિત્ર પ્રતિબિંબિત થતું નથી.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment HDFC Bank HDFC Bank Shares

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ