ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાચવજો! ગુજરાતના આ ગામમાં એક ઝાટકે 200 લોકોને થયો ચિકનગુનિયા, ઘરે-ઘરે ખાટલા, બીજા ઘણા બીમાર

ચિંતાજનક / સાચવજો! ગુજરાતના આ ગામમાં એક ઝાટકે 200 લોકોને થયો ચિકનગુનિયા, ઘરે-ઘરે ખાટલા, બીજા ઘણા બીમાર

Published By: Hiralal Parmar

Last Updated: 04:23 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડીટલા ગામમાં છેલ્લા 15 દિવસથી ચિકનગુનિયાનો રોગચાળો વકર્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે.

ADVERTISEMENT

અંદાજે 500 લોકોની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડીટલા ગામમાં 200 જેટલા લોકોને ચિકનગુનિયા થયો અનેક પરિવારોમાં ઘરદીઠ ત્રણ-ત્રણ લોકો બીમારીની ઝપેટમાં આવ્યા હોવાની ગામમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં બીમારીથી પીડાતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. એક તરફ લોકો તાવ અને સાંધાના દુખાવાથી પરેશાન છે, તો બીજી તરફ ગામનું આરોગ્ય કેન્દ્ર લાંબા બંધ હોવાના કારણે આરોગ્ય સુવિધાઓ સામે સવાલો ઊભા થયા છે.

બહારના લોકો આવતાં બંધ

ખાસ કરી અહીં ગામની શેરીઓ શું સામસામ પાસે રહી છે અને ગામમાં લોકો આવતા ડરી રહ્યા છે અને બહારના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં નથી આવ્યા અહીં મહેમાન નથી આવી રહ્યા કારણ કે લોકોને ડર બેસી ગયો છે કે આ ચિકનગુનિયા તેમને પણ લાગુ પડી જશે. ડીટલા ગામમાં છેલ્લા 15 દિવસ દરમિયાન ચિકનગુનિયાના કેસમાં વધારો થયાનું સામે આવ્યું છે ગામની વસ્તીની સરખામણીએ મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. અનેક પરિવારોમાં એકસાથે બે-ત્રણ સભ્યો બીમાર હોવાને કારણે ઘરનાં રોજિંદાં કામકાજ પર પણ અસર પડી રહી છે.

લોકોમાં શું શું લક્ષણો જોવા મળ્યાં?

બીમાર વ્યક્તિઓની સંભાળ રાખવાની સાથે પરિવારના અન્ય સભ્યોને ચેપ લાગવાની આશંકાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખાસ કરીને વૃદ્ધોમાં તાવ, શરીરના દુખાવા અને સાંધામાં જકડન જેવી તકલીફો જોવા મળી રહી છે. કેટલાક દર્દીઓને હાથ-પગ હલાવવામાં પણ મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ છે. બીમારીના કારણે લોકો સ્થાનિક સ્તરે સારવાર લઈ રહ્યા છે, જ્યારે કેટલાક દર્દીઓ વધુ સારવાર માટે સાવરકુંડલા સહિતનાં નજીકનાં શહેરોમાં ખાનગી દવાખાનાંનો સહારો લઈ રહ્યા છે.

ડબલ સિઝનનોઅહેસાસ

હાલમાં દિવસ દરમિયાન ગરમી અને તડકો અનુભવાય છે, જ્યારે રાત્રિના સમયે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે. બદલાતા વાતાવરણ વચ્ચે શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓની ફરિયાદો પણ વધી રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ સ્થિતિમાં ડીટલા ગામમાં ચિકનગુનિયાના કેસ વધ્યાની રજૂઆત થતાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.ચિકનગુનિયા ચેપગ્રસ્ત એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તેથી માત્ર બદલાતી ઋતુને જવાબદાર ગણવાને બદલે મચ્છરોના ઉત્પત્તિસ્થળોનો નાશ કરવો, ઘરો અને આસપાસ પાણી ભરાઈ રહેતું અટકાવવું તથા જરૂરિયાત મુજબ ફોગિંગ અને અન્ય નિયંત્રણનાં પગલાં લેવા જરૂરી છે.

આરોગ્ય કેન્દ્ર લાંબા સમયથી બંધ

ગામમાં મોટી સંખ્યામાં લોકો બીમાર હોવાની રજૂઆત વચ્ચે ડીટલાનું આરોગ્ય કેન્દ્ર લાંબા સમયથી બંધ હોવાનું સામે આવ્યું છે આરોગ્ય કેન્દ્ર બંધ હોવાને કારણે ગામના લોકોને પ્રાથમિક તપાસ અને સારવાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે દર્દીઓને ખાનગી દવાખાનાંમાં સારવાર લેવા અન્ય સ્થળોએ જવું પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News chikungunya symptoms

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ