ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં સનસનાટીભર્યો અકસ્માત, કારની અડફેટે માતા-પુત્ર હવામાં ફંગોળાયાં, CCTVમાં કેદ થઇ ઘટના
Last Updated: 05:24 PM, 11 October 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર સાધુ વાસવાણી કોર્નર નજીક મોડી રાત્રે પૂરઝડપે આવતી કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતાં માતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. અજંતા પાર્કમાં રહેતા 37 વર્ષીય ચિરાગસિંહ તલાટીયા અને તેમનાં માતા જસુબા એક્ટિવા પર ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બંને હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ ઘટનામાં મહિલાનો પગ કપાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT

અકસ્માતના ભયાનક દૃશ્યો CCTVમાં કેદ
ADVERTISEMENT
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે રસ્તા પરથી એક સફેદ રંગની કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી. તે જ સમયે એક્ટિવા પર સવાર માતા-પુત્ર ત્યાંથી પસાર થતાં હતાં. દરમિયાન કારચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતાં બંને વાહન પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. અકસ્માતને પગલે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
કારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં ઉતર્યાં બે યુવક અને બે યુવતીઓ
ADVERTISEMENT
અકસ્મત સર્જાયા બાદ કાર થોડે આગળ જઈને ઊભી રહી હતી. ત્યારબાદ કારમાંથી બે યુવક અને બે યુવતીઓ નીચે ઉતર્યાં હતાં. તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હોવાથી ગરબા રમીને પરત ફરી રહ્યાં હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે, તેઓ ક્યાંથી આવી રહ્યાં હતાં અને અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. બીજી તરફ, અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા માતા-પુત્રને મદદ પહોંચાડવા સ્થાનિકોએ પ્રયાસો કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ADVERTISEMENT
108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
અકસ્મતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા માતા-પુત્રને સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંનેની ઈજાઓને ધ્યાનમાં રાખીને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગરના ગારીયાધારમાં ખૂની ખેલ, જૂની અદાવતમાં આધેડની હત્યા
કાર નંબરના આધારે પોલીસની તપાસ
આ સમગ્ર મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જનાર કારના નંબર સહિત અન્ય વિગતોના આધારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માત સમયે કારની ઝડપ કેટલી હતી અને કાર કોણ ચલાવી રહ્યું હતું તે સહિતની બાબતો તપાસનો વિષય છે. શહેરના વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાએ વાહનચાલકોની સલામતી અને પૂરઝડપે વાહન ચલાવવાના જોખમ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT