ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના ગારીયાધારમાં ખૂની ખેલ, જૂની અદાવતમાં આધેડની હત્યા

ક્રાઈમ / ભાવનગરના ગારીયાધારમાં ખૂની ખેલ, જૂની અદાવતમાં આધેડની હત્યા

Published By: Vishal Khamar

Last Updated: 04:00 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ગારીયાધારના વીરડી ગામે જૂના જમીન વિવાદમાં હુમલાનો આક્ષેપ. ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન 58 વર્ષીય આનંદભાઈ કંટારીયાનું મોત. પરિવારનો મહિલા સહિત સાત લોકો પર હુમલાનો આરોપ.

ADVERTISEMENT

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જૂની અદાવતમાં આધેડની હત્યા થયાની ઘટના સામે આવી છે. ગામના 58 વર્ષીય આનંદભાઈ કંટારિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ગંભીર ઇજાઓને પગલે તેમને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, આનંદભાઈ કંટારિયા આજે પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવારનો આરોપ છે. આ હુમલામાં એક મહિલા સહિત કુલ સાત લોકો સંડોવાયેલા હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જોકે, આ મામલે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

પ્રાથમિક માહિતી અનુસાર, જૂના જમીન વિવાદને લઈને અગાઉ પણ બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. આશરે એક વર્ષ પહેલાં પણ આ મુદ્દે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જૂની અદાવતના કારણે જ આ હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આનંદભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ પણ વાંચોઃ જૂનાગઢના કેશોદમાં યુવકનું મો*ત, પ્રેમપ્રકરણની આશંકા વચ્ચે રેલવે પોલીસની તપાસ શરૂ

આ ઘટનાને પગલે ગારીયાધાર પોલીસે હત્યાનો ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલામાં કોણ-કોણ સંડોવાયેલું છે અને ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે સહિતના મુદ્દાઓ પર પોલીસ તપાસ હાથ ધરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gariyadhar Murder Case Bhavnagar Crime News Virdi Village Murder

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ