ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'મારા રાજ્યના નાગરિકોએ મોંઘી ટિકિટ લેવી પડે એ ના પોશાય"; હર્ષ સંઘવીએ દિવાળી પહેલાં 1600 બસની ભેટ આપી

નિર્ણય / 'મારા રાજ્યના નાગરિકોએ મોંઘી ટિકિટ લેવી પડે એ ના પોશાય"; હર્ષ સંઘવીએ દિવાળી પહેલાં 1600 બસની ભેટ આપી

Published By: Vishal Khamar
Reported By: Nirmal Patel

Last Updated: 05:44 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા માટે GSRTC દ્વારા 1600 વધારાની બસો દોડાવાશે. હર્ષ સંઘવીએ ગ્રુપ બુકિંગની સુવિધા અને એડવાન્સ બુકિંગ અંગે માહિતી આપી.

ADVERTISEMENT

દિવાળીના તહેવારો દરમિયાન વતન જવા માગતા મુસાફરોને રાહત આપવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા વધારાની 1,600 બસ દોડાવવામાં આવશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી.

મુસાફરોની સુવિધા માટે વધારાની બસો

દિવાળી અને તહેવારોની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. આ દરમિયાન મુસાફરોને સરળતાથી પરિવહન સુવિધા મળી રહે અને મુસાફરીમાં મુશ્કેલી ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગ્રુપ બુકિંગની પણ મળશે સુવિધા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુસાફરોને ગ્રુપ બુકિંગની સુવિધા પણ આપવામાં આવશે. જે મુસાફરો પરિવાર, મિત્રો અથવા મોટા સમૂહમાં મુસાફરી કરવા માગતા હોય તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. તેમણે ગ્રુપ બુકિંગ કરાવવા ઇચ્છુક મુસાફરોને છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે અગાઉથી બુકિંગ કરાવી લેવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં સનસનાટીભર્યો અકસ્માત, કારની અડફેટે માતા-પુત્ર હવામાં ફંગોળાયાં, CCTVમાં કેદ થઇ ઘટના

અન્ય રાજ્યોમાં પણ બસ દોડાવવાની તૈયારી

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાંથી જરૂરી મંજૂરી મળશે તો ત્યાં પણ બસો દોડાવવામાં આવશે. આ નિર્ણયથી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં મુસાફરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. GSRTCના આ નિર્ણયથી દિવાળીના તહેવારોમાં મુસાફરોને વધુ પરિવહન સુવિધા મળશે અને વતન જવા માટે મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC GSRTC Diwali Special Buses 1600 Extra Buses

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ