બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ મનપાની ઓફિસમાં અધિકારીએ મહિલા કર્મચારી સાથે મનાવ્યાં રંગરેલિયા, ફોટો વાયરલ, દારુના ક્વાર્ટર મળ્યાં
Last Updated: 02:32 PM, 12 August 2026
રાજકોટ મનપાની ઓફિસમાં એક અધિકારી અને મહિલા સફાઈ કર્મચારીની 'કામલીલા' સામે આવી છે. હકીકતમાં મનપાની વોર્ડ ઓફિસમાં અધિકારી અને મહિલા સફાઈ કામલીલા આચરી રહ્યાં હોવાનું ફોટોમાં દેખાઈ રહ્યું છે જે વાયરલ થયો છે.
ADVERTISEMENT
કબાટમાંથી મળ્યા વિદેશી દારૂના ક્વાર્ટર
ચોંકાવનારી વાત તો એ છે કે ઓફિસના કબાટમાંથી વિદેશી દારુના ક્વાર્ટર પણ મળ્યાં હતા. ઓફિસમાં અધિકારીના રોમાન્સના વાયરલ ફોટોથી RMCની છબી ખરડાઈ છે અને તપાસની માંગ ઉઠી છે.
ADVERTISEMENT
યુવાનોની અવરજવર વધતી હોવાની ફરિયાદો પણ ઉઠી
રાજકોટ મહાનગરપાલિકાની એક વોર્ડ ઓફિસને લઈને ચોંકાવનારી ચર્ચા શહેરમાં જોરશોરથી ચાલી રહી છે. જાહેર સેવા માટે બનાવવામાં આવેલી ઓફિસમાં યુગલો સમય વિતાવતા હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. વોર્ડ ઓફિસના પરિસરમાં સાંજના સમયે યુવાનોની અવરજવર વધતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય
ADVERTISEMENT
આ મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે નાગરિકોની સુવિધા માટે ઉભી કરાયેલ વોર્ડ ઓફિસમાં સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા કેટલી અસરકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.