બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / કેનેડાએ કડક કર્યા કાયદા, માત્ર 6 મહિનામાં 3 હજારથી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા
Last Updated: 11:16 PM, 8 August 2026
કેનેડાએ 2026 ના પહેલા છ મહિનામાં 3,323 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. આ આંકડો છેલ્લા 6 વર્ષના રેકોર્ડને તોડવાની તરફ જઈ રહ્યો છે. જેમાં કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (CBSA)ના આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે કેનેડા પોતાની ઇમિગ્રેશન વ્યવસ્થાને વધુ કડક બનાવી રહ્યું છે અને ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ તથા અસ્થાયી વિદેશી કામદારો સહિત અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડી રહ્યું છે.
ADVERTISEMENT
2026ની પહેલી અર્ધવાર્ષિકમાં કેનેડામાંથી કાઢી મૂકવામાં આવેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. તેમણે 1,573 નિકાલ સાથે મેક્સિકનોને પાછળ છોડી દીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં દરેક વર્ષે મેક્સિકો કેનેડામાંથી કાઢી મૂકવામાં આવેલા લોકોની યાદીમાં ટોપ પર રહ્યું હતું, જ્યારે ભારત બીજા સ્થાને હતું. ભારત છેલ્લે 2020માં આ યાદીમાં ટોપ પર હતું, જ્યારે 1424 ભારતીય નાગરિકોને કાઢી મૂકવામાં આવ્યા હતા.
CBSAના આંકડા મુજબ,2021 માં 603, 2022માં 786, 2023માં 1132 અને 2024માં 2004 ભારતીયોને કેનેડામાંથી નિકાલ કરવામાં આવ્યા હતા. CBSA ડિપોર્ટના કારણોનો અલગ ડેટાબેઝ રાખે છે પરંતુ તેમાં દેશવાર વિગતો નથી.
ADVERTISEMENT
કેનેડામાંથી ભારતીય નાગરિકોને વિવિધ ઇમિગ્રેશન નિયમોના ભંગને કારણે કાઢી શકાય છે. આમાં વિઝાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ રહી જવું, આશ્રય અથવા શરણાર્થીના દાવા નામંજૂર થવા, ઇમિગ્રેશન નિયમોનું પાલન ન કરવું અને વિઝા ફ્રોડ જેવા કિસ્સાઓ સામેલ છે. સરકારી આંકડા મુજબ, કેનેડામાં નિકાલની પ્રક્રિયા હેઠળની યાદીમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે અને આવનારા સમયમાં વધુ 7669 લોકોને ડિપોર્ટ કરવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.