બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ખાંડના ભાવમાં મોટો વધારો, દેશભરમાં 15 ટકા સુધી વધ્યો ભાવ

બિઝનેસ / ખાંડના ભાવમાં મોટો વધારો, દેશભરમાં 15 ટકા સુધી વધ્યો ભાવ

Published By: Nirav Kumar

Last Updated: 05:57 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓછા ઉત્પાદન અને આગામી સીઝનની ચિંતાને કારણે ખાંડના ભાવમાં 8થી 15ટકા વધારો થયો છે, જેનાથી તહેવારોમાં મીઠાઈ મોંઘી પડી શકે છે.

દેશમાં તહેવારોનો સીઝન શરૂ થતાં પહેલાં જ રસોડાનું બજેટ ખોરવાવા માંડ્યું છે. દિલ્હી, મુંબઈથી લઈને પશ્ચિમ બંગાળ સુધી છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં 8થી 15 ટકા સુધીની જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. સરકારની અનેક પ્રયાસ છતાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. આ વધારાનું મુખ્ય કારણ ઓછું ઉત્પાદન છે. જથ્થાબંધ બજારમાં ખાંડ પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે અને અલ નિનોની અસરને કારણે આગામી સીઝનમાં પણ ઉત્પાદન ઘટવાની આશંકા છે. જો આ તેજી ચાલુ રહી તો આ વખતે તહેવારોમાં મીઠાઈનો સ્વાદ તમને મોંઘો પડી શકે છે.

ખાંડના વધતા ભાવ પર અંકુશ લાવવા અને તહેવારો દરમિયાન બજારમાં પુરવઠો જાળવી રાખવા માટે ખાંડ મિલોએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં મિલો આ વર્ષે શેરડીની Crushingનું કામ નિયત સમયથી 10થી 15 દિવસ પહેલાં શરૂ કરવાની તૈયારીમાં છે. સાથે જ કેન્દ્ર સરકારે બજારમાં ખાંડની જમાખોરી રોકવા માટે વેપારીઓ અને મિલો પર સ્ટોક લિમિટ લાગુ કરી છે અને મિલોના સ્ટોકની ચકાસણી પણ વધારી દીધી છે.

  • કયા શહેરમાં કેટલી મોંઘી થઈ ખાંડ

સરકારી આંકડા મુજબ દેશના મુખ્ય મહાનગરો અને રાજ્યોમાં છેલ્લા એક મહિનામાં ખાંડના રિટેલ ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જે ભાવ નીચે મુજબ છે.

  1. દિલ્હી: એક મહિના પહેલાં 45 રૂપિયા પ્રતિ કિલો હતી હવે વધીને 49 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
  2. મુંબઈ: ભાવ 46 રૂપિયાથી વધીને સીધા 52 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે.
  3. પશ્ચિમ બંગાળ: અહીં સૌથી વધુ અસર જોવા મળી છે. ભાવ 49 રૂપિયાથી વધીને 55 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.
  4. રાંચી: ખાંડના ભાવ 47 રૂપિયાથી વધીને 50 રૂપિયા પ્રતિ કિલો થયા છે.
  5. ચેન્નઈ: રેટ 46 રૂપિયાથી ઉછળીને 53 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયા છે.

વધુ વાંચો : UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે કે નહીં? ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી સ્પષ્ટતા

  • ઉત્પાદનમાં 5%ની ઘટ

આ વર્ષે દેશમાં 296 લાખ ટન ખાંડ ઉત્પાદનનો અંદાજ હતો પરંતુ વાસ્તવિક ઉત્પાદન માત્ર 280 લાખ ટન જ રહ્યું, જે અંદાજથી આશરે 5% ઓછું છે. દેશમાં વાર્ષિક વપરાશ પણ આશરે 280 લાખ ટનની છે. આ સિવાય આ વર્ષે 8 લાખ ટન ખાંડની નિકાસ પણ થઈ છે. છેલ્લા વર્ષનો 50 લાખ ટનનો બાકી રહેલો સ્ટોક હજુ હાજર છે પરંતુ આગામી સીઝન અંગેની આશંકાઓ ભાવ વધારી રહી છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sugar produce Sugar prices increased prices

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ