બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મૂકબધિર સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ 13 વર્ષે ઝડપાયો, ભાવનગરમાં નામ બદલીને રહેતો હતો

બોરસદ / મૂકબધિર સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ 13 વર્ષે ઝડપાયો, ભાવનગરમાં નામ બદલીને રહેતો હતો

Published By: Hiralal Parmar

Last Updated: 05:38 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી ગુનો કરીને ભલે છટકી જાય અને વર્ષો સુધી છુપાયેલો રહે પરંતુ પોલીસ આખરે તેને શોધી જ પાડતી હોય છે આવો એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે.

2013માં મૂકબધિર સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં 13 વર્ષથી ફરાર રહેલો આરોપી લાલજીભાઈ શિવભાઈ ઠાકોર આખરે બોરસદ પોલીસના હાથે ઝડપાયો છે.

પોલીસથી બચવા માટે ઓળખ બદલી

આરોપી લાલજીભાઈ શિવભાઈ ઠાકોર ગુનો કર્યા બાદ પોલીસથી બચવા માટે ઓળખ બદલી નાખી હતી.પોતાનું સાચું નામ છુપાવી “રાજુ ઠાકોર” નામનું ખોટું નામ ધારણ કરીને ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં છૂટક મજૂરી કરતો હતો અને રખડતું-ભટકતું જીવન જીવતો હતો.

13 વર્ષ સુધી ભટકતું જીવન જીવતો રહ્યો

13 વર્ષ સુધી આ નરાધમને લાગ્યું હશે કે હવે પોલીસ તેને શોધી નહીં શકે પણ પોલીસની આંખથી ગુનેગાર ક્યાં સુધી છુપાઈ શકે? આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

અરવલ્લીમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ

અરવલ્લીના માલપુર તાલુકામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ થતાં ચકચાર મચી છે. બાળકી ધોરણ 3માં ભણી રહી છે. ગામના ગલ્લા પર બેસતા એક નરાધમે બાળકીને લલચાવી-ફોસલાવીને બાજુમાં જંગલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકી ડુંગર તરફ લઈ જવાયા બાદ આરોપીએ તેના કપડાં ઉતારી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકી સાથે મારામારી કરી શરીર પર બચકા ભર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની બૂમાબૂમ અને ચીસો સાંભળીને તેની માતા ઘટનાસ્થળે દોડી આવી હતી.

વધુ વાંચો : લેખિકા કાજલ ઓઝા વૈદ્ય બન્યાં સ્નેચિંગનો ભોગ, ઘડિયાળ-મોબાઇલ સહિત લાખોનો મુદ્દામાલ લૂંટાયો

2 વર્ષ પહેલા મહિલા પર દુષ્કર્મ આચર્યું

ઉલ્લેખનીય છે કે આ નરાધમે બે વર્ષ પહેલા આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારથી તે જેલમાં હતો પરંતુ તાજેતરમાં જે જામીન પર બહાર આવ્યો હતો અને 3 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. પોલીસે જામીન રદ કરાવવા પગલાં ભર્યા છે અને આરોપી સામે પોસ્કો સહિતના કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ