બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:24 PM, 8 August 2026
ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું હતું. 6 વર્ષીય બાળક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હતો. શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. લક્ષણોના પગલે સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ રિપોર્ટ આવે તે પુર્વે જ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ
હોસ્પિટલમાં હાલ ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે સમગ્ર મામલે સાવચેતીના પગલાં હાથ ધરી બાળકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બાળકમાં ચાંદીપુર વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : અરે બાપ રે! ઓનલાઈન મંગાવેલા ચીકનમાં નીકળ્યો કોન્ડોમ, કપલે કર્યો 12 કરોડનો કેસ
સ્થાનિક લોકોમાં ચિંતા
ADVERTISEMENT
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને આરોગ્ય તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.