બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:38 AM, 8 August 2026
1/8
સમગ્ર દેશમાં ચોમાસાની ચિંતાજનક ગતિ વચ્ચે, હવામાન વિભાગે વધુ એક ચેતવણી જાહેર કરી છે જે ચિંતાનો વિષય છે. વિભાગની આગાહી મુજબ, આજે 8 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં તોફાની વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. લોકોને અત્યંત સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, 60 કિમી/કલાકની ઝડપ સુધીના જોરદાર પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક રાજ્યો માટે કરા પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં, જોરદાર વાવાઝોડાને કારણે મોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ શકે છે. આ જોખમી હવામાનને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાનું પણ જોખમ રહેલું છે.
2/8
હવામાન વિભાગે મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
3/8
પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાય તેવી શક્યતા છે. તેની અસર હેઠળ આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં 8 ઓગસ્ટે ઓડિશાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે.
4/8
5/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં 15 રાજ્યોના વિવિધ જિલ્લાઓ જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો સમાવેશ થાય છે, ત્યાં તોફાની વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદની સાથે ફૂંકાતા તેજ ગતિના પવનોને કારણે લોકોની ચિંતા વધી શકે છે.
6/8
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 8 ઓગસ્ટે દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ કલાકના 20 થી 30 કિલોમીટરની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા છે. દરમિયાન, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
7/8
યૂપી-ઝારખંડમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. 70 થી 75 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા તેજ પવનો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન, આજે 8 ઓગસ્ટે લખનઉમાં મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ તાપમાન 28°C રહેશે. આ દરમિયાન બિહારમાં 65થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરાસદ સાથે વાવાઝોડાના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
8/8
ઉત્તરાખંડમાં 8થી 10 ઓગષ્ટ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નૈનીતાલ, પિથોરાગઢ, ચમોલી, અલ્મોડા, રુદ્રપ્રયાગ, ઉધમ સિંહ નગર, પૌરી ગઢવાલ અને ચંપાવત માટે ભારે વરસાદ અને વાવાઝોડા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલમાં પણ પવનની ગતિ કલાકના 50 થી 60 કિલોમીટર રહેશે. દરમિયાન, આજે 8 ઓગસ્ટે મનાલીનું મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરમાં આજે 8 ઓગસ્ટે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ