બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Raghav Juyal: રાઘવ જુયાલનો ખૂની અવતાર જોઈને ભૂલી જશો ‘એનિમલ’, ‘ધ પેરેડાઇઝ’માં ખતરનાક લુકે ઉડાવ્યા હોશ!
6 ફોટો ગેલેરી
Last Updated: 10:35 AM, 7 August 2026
1/6
સાઉથ સુપરસ્ટાર નાનીની બહુચર્ચિત ફિલ્મ 'ધ પેરેડાઇઝ'નું ટીજર રિલીઝ થઈ ગયું છે. ટીજરમાં નાની અને રાઘવ જુયાલ બંનેના અલગ જ અંદાજે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રાઘવ જુયાલનો ખૂંખાર વિલન લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જબરદસ્ત એક્શન, ડાર્ક સ્ટોરી અને ધમાકેદાર બેકગ્રાઉન્ડ સ્કોર સાથે ફિલ્મનું ટીજર દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે.
2/6
નિર્દેશક શ્રીકાંત ઓડેલાની ફિલ્મ 'ધ પેરેડાઇઝ'નું મચ અવેઇટેડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના સંઘર્ષ, હિંસા અને સત્તાની લડાઈને દર્શાવે છે. ટીજરમાં ડાર્ક અને ઇન્ટેન્સ દુનિયાની ઝલક જોવા મળે છે, જેના કારણે ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.
3/6
ફિલ્મમાં નાની 'જડલ' નામના આદિવાસી નેતાની ભૂમિકામાં જોવા મળશે. ટીજરમાં તેમના પાત્રની સફર એક વેશ્યાના પુત્રથી લઈને ખતરનાક લીડર બનવા સુધીની બતાવવામાં આવી છે. બદલાની આગ, સંઘર્ષ અને જીવવા માટેની લડત સાથે નાનીનો નવો લુક ખૂબ જ પાવરફુલ દેખાઈ રહ્યો છે. એક્શન અને ઇમોશનલ સીન બંને દર્શકોને પ્રભાવિત કરે છે.
4/6
ફિલ્મમાં રાઘવ જુયાલ વિક્રમ મલિક નામના મુખ્ય વિલનની ભૂમિકામાં છે. ટીજરમાં તેમનો લોહીલુહાણ અને ખૂંખાર અંદાજ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. 'કિલ' ફિલ્મ પછી ફરી એકવાર રાઘવ વિલનના અવતારમાં જોવા મળશે. તાજેતરમાં તેમની સોલો લીડ ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હૈ' બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી, પરંતુ 'ધ પેરેડાઇઝ'માં તેમનો લુક જોઈને ચાહકોને મોટી અપેક્ષા છે.
5/6
ટીઝરમાં જબરદસ્ત સિનેમેટોગ્રાફી, શાનદાર વિઝ્યુઅલ્સ અને અનિરુદ્ધ રવિચંદરના ધમાકેદાર બેકગ્રાઉન્ડ સ્કોરે ફિલ્મને વધુ ભવ્ય બનાવી છે. ફિલ્મની સ્ટોરી અને પ્રેઝન્ટેશન જોઈને ઘણા લોકો માની રહ્યા છે કે આ ફિલ્મ નાની અને રાઘવ બંનેના કરિયરમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
6/6
'ધ પેરેડાઇઝ' 24 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી, અંગ્રેજી અને સ્પેનિશ સહિત કુલ આઠ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં કાયદુ લોહાર, સોનાલી કુલકર્ણી અને મોહન બાબુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે અને તેનું નિર્માણ SLV Cinemas દ્વારા કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ