ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:06 PM, 4 August 2026
ADVERTISEMENT
અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાણાકીય વર્ષ 2026 ના અંતિમ બે મહિનાની શરૂઆતમાં જ વિઝા બુલેટિન સંબંધિત ચેતવણી જાહેર કરી છે. વર્ષના અંતે થનારા એડજસ્ટમેન્ટને કારણે કેટલીક તારીખો પાછળ થઈ શકે છે અથવા તો કેટલીક કેટેગરીઝ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
EB-1 કેટેગરી એ અસાધારણ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સ, ઉત્કૃષ્ટ પ્રોફેસરો, સંશોધકો અને મલ્ટીનેશનલ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ માટેનો પ્રાથમિકતા વિઝા છે.
વધતી માંગ અને મર્યાદા: ભારત તરફથી થયેલી ઉચ્ચ માંગને કારણે EB-1 કેટેગરીની વાર્ષિક મર્યાદા પૂરી થવા આરે છે.
ADVERTISEMENT
સંભવિત સુધારો: જો 30 સપ્ટેમ્બર 2026 પહેલાં ભારતનો નિયત કોટા પૂરો થઈ જશે, તો આ કેટેગરીને કામચલાઉ ધોરણે અનએવેલેબલ કરી દેવામાં આવશે. હાલમાં ભારત માટે EB-1 ની તારીખ 15 ઓક્ટોબર 2022 પર સ્થિર છે, જ્યારે ચીન આગળ વધીને 1 જુલાઈ 2023 પર પહોંચ્યું છે.

ADVERTISEMENT
EB-2 કેટેગરી: ભારતીયો માટે EB-2 કેટેગરી પહેલેથી જ અનએવેલેબલ છે, કારણ કે નાણાકીય વર્ષ 2026 માટેના તમામ ગ્રીન કાર્ડ વહેંચાઈ ચૂક્યા છે. ચીન માટે આ તારીખ 1 સપ્ટેમ્બર 2021 છે.
ADVERTISEMENT
EB-3 કેટેગરી: ભારત માટેની તારીખ બદલાયા વગર 1 જાન્યુઆરી 2014 પર સ્થિર છે. ચીન આગળ વધીને 1 જાન્યુઆરી 2022 અને ફિલિપિન્સ 1 ઓગસ્ટ 2023 પર પહોંચ્યું છે.
EB-4 કેટેગરી: ધાર્મિક કાર્યકરો સહિતના તમામ દેશો માટે આ કેટેગરી 1 મહિનો આગળ વધીને 15 ઓક્ટોબર 2022 થઈ ગઈ છે.
ADVERTISEMENT
EB-5 કેટેગરી: અનરિઝર્વ્ડ કેટેગરી મોટાભાગના દેશો માટે કરન્ટ છે, પરંતુ ભારત માટે આ કેટેગરી પણ અનુપલબ્ધ છે. ચીન માટે આ તારીખ 1 ડિસેમ્બર 2016 છે.
કાર્યવાહી / અભિનેત્રી ત્રિશા પર વિવાદિત ટિપ્પણી બાદ બવાલ, ઉદયનિધિ સ્ટાલિનને પોલીસે કસ્ટડીમાં લીધા
યુએસ વિદેશ મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ સમયગાળા દરમિયાન યોગ્ય ફેરફારો કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT