ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / નિવૃત્તિના 5 દિવસમાં જ રહાણેનો BCCIને કડક સંદેશ, પસંદગી પ્રક્રિયાને લઈ ઉઠાવ્યો સવાલ

ક્રિકેટ / નિવૃત્તિના 5 દિવસમાં જ રહાણેનો BCCIને કડક સંદેશ, પસંદગી પ્રક્રિયાને લઈ ઉઠાવ્યો સવાલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:19 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajinkya Rahane: ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ ટીમ ટીમની તસવીર છેલ્લા એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઇ છે. ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને હવે અજિંક્ય રહાણેએ પણ પોતાની કારકિર્દીને વિરામ આપ્યો છે.

ADVERTISEMENT

Ajinkya Rahane: ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ ટીમ ટીમની તસવીર છેલ્લા એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઇ છે. ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને હવે અજિંક્ય રહાણેએ પણ પોતાની કારકિર્દીને વિરામ આપ્યો છે.

રહાણે માને છે કે ટેસ્ટ ક્રિકેટ ફક્ત યુવા ખેલાડીઓના ભરોસે ચાલી ના શકે. તેના મત્તે કોઈપણ સફળ ટેસ્ટ ટીમ માટે અનુભવ અને યુવા ખેલાડીઓનું સંતુલન મહત્વપૂર્ણ છે. ટીમમાં ફક્ત નવા ચહેરાઓનો સમાવેશ થાય તો લાંબા ગાળાની સ્થિરતા જાળવવી મુશ્કેલ બનશે.

અજિંક્ય રહાણેએ સત્ય બતાવ્યું

ઓવરલેપ ક્રિકેટ યુટ્યુબ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં રહાણેએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટના સાચા ચાહકો આ ફોર્મેટનું મહત્વ સમજે છે. તેમના મતે વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમમાં નવા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે, જ્યારે અનુભવી ખેલાડીઓની હાજરી સતત ઘટી રહી છે. તેમણે કહ્યું કે એક મજબૂત ટેસ્ટ ટીમમાં સાતથી આઠ સિનિયર ખેલાડીઓ અને બેથી ત્રણ યુવા ખેલાડીઓનું સંતુલન હોવું જોઈએ. હાલમાં ભારતીય ટીમમાં આ સંતુલનનો અભાવ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રિકેટ / ફેરવેલ મેચ વગર જ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું હતું, ભારતના 5 દિગ્ગજો ખેલાડીઓની ભાવુક કહાની

રહાણેએ એમ પણ કહ્યું કે સિનિયર ખેલાડીઓના અનુભવનું સન્માન કરવું જોઈએ. તેમના મતે ટીમમાંથી બધા સિનિયર ખેલાડીઓનું એકસાથે વિદાય થવું એ ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી વર્ષોમાં ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ છે, જ્યારે જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર છે. પરિણામે ઝડપી બોલિંગ આક્રમણ યુવાન ખેલાડીઓ પર ભારે નિર્ભર છે. આ જ કારણ છે કે ટીમના અનુભવ પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News BCCI Ajinkya Rahane

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ