ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 555 દિવસની FDમાં રોકાણ કરશો તો ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ? આ સ્કીમમાં રોકાણ પહેલાં જાણો વ્યાજદર અને રિટર્નની ગણતરી

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / 555 દિવસની FDમાં રોકાણ કરશો તો ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ? આ સ્કીમમાં રોકાણ પહેલાં જાણો વ્યાજદર અને રિટર્નની ગણતરી

Last Updated: 12:42 AM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રોકાણકારો માટે સુરક્ષિત અને નિશ્ચિત રિટર્ન મેળવવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક લોકપ્રિય વિકલ્પ બની રહી છે, જેમાં 555 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમ્સ સૌથી વધુ આકર્ષક વ્યાજ આપી રહી છે.

1/5

photoStories-logo

1. 555 દિવસની FDમાં રોકાણ કરશો તો ક્યાં મળશે સૌથી વધુ વ્યાજ? આ સ્કીમમાં રોકાણ પહેલાં જાણો વ્યાજદર અને રિટર્નની ગણતરી

શેરબજારમાં ચાલતી વધઘટ વચ્ચે સુરક્ષિત રોકાણ અને ગેરંટેડ રિટર્ન મેળવવા ઈચ્છતા રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હંમેશાં પ્રથમ પસંદગી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે દેશની વિવિધ બેંકો અવારનવાર સ્પેશિયલ એફડી સ્કીમ્સ લોન્ચ કરતી હોય છે. હાલમાં 555 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમ રોકાણકારોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. આ ખાસ મુદતમાં સિટી યુનિયન બેંકથી લઈને બેંક ઓફ બરોડા સુધીની બેંકો સામાન્ય અને વરિષ્ઠ નાગરિકોને ધમાકેદાર વ્યાજદર ઓફર કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સિટી યુનિયન બેંક આપશે સૌથી વધુ વ્યાજ

555 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમમાં સૌથી વધુ વ્યાજ આપવાની યાદીમાં સિટી યુનિયન બેંક મોખરે છે. સામાન્ય નાગરિકોને 555 દિવસની મુદત પર 7.25% નું વાર્ષિક વ્યાજ અને વરિષ્ઠ નાગરિકોને 25 બેસિસ પોઈન્ટ વધુ એટલે કે 7.50% ના દરે જંગી વ્યાજનો લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કર્ણાટક બેંક અને બેંક ઓફ બરોડા પણ રેસમાં આગળ

વ્યાજદરની રેસમાં કર્ણાટક બેંક બીજા ક્રમે આવે છે, જ્યાં 555 દિવસની એફડી પર સામાન્ય નાગરિકોને 7.00% અને સીનિયર સીટીઝન્સને 7.40% વ્યાજ ઓફર કરાઈ રહ્યું છે. જ્યારે બેંક ઓફ બરોડા (Bank of Baroda) માં આ સમયગાળા માટે સામાન્ય ગ્રાહકોને 6.75% અને વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ મળે છે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક સામાન્ય ગ્રાહકોને 6.65% અને સીનિયર સીટીઝન્સને 7.15% વ્યાજ દર આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેનરા બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે 7% થી વધુ વ્યાજ

કેનરા બેંક (Canara Bank) પણ પોતાના ગ્રાહકોને 555 દિવસની એફડી પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય ગ્રાહકો: 6.60% વાર્ષિક વ્યાજ દર. વરિષ્ઠ નાગરિકો: 7.05% ના દરે આકર્ષક રિટર્ન.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રોકાણ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

બેંકો ભલે એફડી પર ઊંચા વ્યાજદરો આપી રહી હોય અને સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં વધુ રિટર્ન મળતું હોય, છતાં માત્ર વ્યાજદર જોઈને આંધળું રોકાણ ન કરવું જોઈએ. રોકાણકારોએ પૈસા રોકતા પહેલા બેંકિંગ નિયમો, મેચ્યોરિટીની શરતો, લાગુ પડતા ટેક્સ (TDS) ના નિયમો અને સંબંધિત બેંકની આર્થિક સ્થિતિ (Financial Health) પણ ચોક્કસથી ચકાસી લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

FDInterestRates FDInvestment FixedDeposit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ