ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'હું તને પ્રેમ કરુ છું' અમદાવાદની સ્કૂલમાં 4થા ધોરણના છોકરાએ છોકરીને ચિઠ્ઠી આપી, પછી શું બન્યું?

અનોખું / 'હું તને પ્રેમ કરુ છું' અમદાવાદની સ્કૂલમાં 4થા ધોરણના છોકરાએ છોકરીને ચિઠ્ઠી આપી, પછી શું બન્યું?

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 09:07 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના CTM વિસ્તારમાં આવેલી બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ-4ના વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનીને I LOVE YOU લખેલી ચિઠ્ઠી આપવાના મામલે વિવાદ સર્જાયો છે.

ADVERTISEMENT

અમદાવાદના CTM વિસ્તારમાં આવેલી બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ-4ના વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનીને I LOVE YOU લખેલી ચિઠ્ઠી આપવાના મામલે વિવાદ સર્જાયો છે. ચિઠ્ઠીની ઘટના બાદ વિદ્યાર્થીને શિક્ષિકા અને શાળાના સંચાલકની ચેમ્બરમાં લઈ જઈ માર માર્યો હોવાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

શાળાના સંચાલક અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ

સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં શાળાના સંચાલક અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે.. જ્યારે સ્કૂલના સંચાલકે વાલી પર 25 લાખ રૂપિયા માંગવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શિક્ષિકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો

આ ઘટનાની જાણ થતાં શિક્ષિકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ તેને શાળાના સંચાલકની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સંચાલકની ચેમ્બરમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. આ મામલે વિદ્યાર્થીના વાલીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વાલીની ફરિયાદના આધારે રામોલ પોલીસે શાળાના સંચાલક ઇન્દ્રજીત મૌર્ય અને શિક્ષિકા સીમા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : માલિકે ન આપ્યો 10 હજારનો પગાર, કર્મચારી 24 કરોડનો સામાન સળગાવીને ફરાર, પોલીસે કરી ધરપકડ

શાળાએ પોતાના બચાવમાં શું કહ્યું?

જોકે, સમગ્ર મામલે શાળાના સંચાલકે અલગ દાવો કર્યો છે કે વિદ્યાર્થીને ચેમ્બરમાં બોલાવી ફરી આવી હરકત ન કરવા સમજાવવામાં આવ્યો હતો અને સામાન્ય થપાટ મારવામાં આવી હતી.. એટલું જ નહીં શાળાના સંચાલકે એવો પણ દાવો કર્યો છે કે વિદ્યાર્થી ચેમ્બરમાંથી બહાર નીકળ્યા બાદ સ્વસ્થ રીતે ચાલતો અને દોડતો હોવાના CCTV દૃશ્યો પણ છે.બીજી તરફ વાલીઓ દ્વારા અલગ-અલગ સમયે શાળામાં આવી હોબાળો કરવામાં આવ્યો હોવાનો પણ સંચાલકે આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે વળતર અને ફ્રી શિક્ષણને લઈને પણ શાળા સંચાલક અને વાલી વચ્ચે વિવાદ થયો હતો.. સંચાલકે વાલી પર આક્ષેપ કર્યો છે કે શરૂઆતમાં 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને બાદમાં 5 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ