ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આવતા મહિને આવશે 100% ઇથેનોલથી ચાલતી કાર, નીતિન ગડકરીનો દાવો-કાર 60% વીજળી પણ જનરેટ કરશે

photo-story

8 ફોટો ગેલેરી

નેશનલ / આવતા મહિને આવશે 100% ઇથેનોલથી ચાલતી કાર, નીતિન ગડકરીનો દાવો-કાર 60% વીજળી પણ જનરેટ કરશે

Last Updated: 06:10 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે E20 પેટ્રોલથી દેશમાં એક પણ વાહનમાં કોઈ સમસ્યા નથી આવી અને આગામી મહિને ટોયોટા કંપની 100% ઇથેનોલથી ચાલતી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરવા જઈ રહી છે.

1/8

photoStories-logo

1. આવતા મહિને આવશે 100% ઇથેનોલથી ચાલતી કાર, નીતિન ગડકરીનો દાવો-કાર 60% વીજળી પણ જનરેટ કરશે

છેલ્લા કેટલાક સમયથી દેશમાં E20 ફ્યુઅલને લઈને સોશિયલ મીડિયાથી લઈને સંસદ સુધી ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, આ વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ઇથેનોલ ફ્યુઅલનો મજબૂત બચાવ કર્યો છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિશ્વના 19 દેશોમાં ઇથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે અને ભારતમાં પણ E20 ફ્યુઅલથી કોઈ વાહનમાં ફરિયાદ આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. આવતા મહિને આવશે 100% ઇથેનોલથી ચાલતી ફ્લેક્સ ફ્યુઅલ કાર

નિતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે ટોયોટા કંપની ઓક્ટોબર મહિનામાં પોતાની 100% ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલતી 'ઇનોવા' કાર લોન્ચ કરવા જઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 60% વીજળી જનરેટ કરશે

આ કાર પૂરેપૂરી ઇથેનોલથી ચાલશે અને રનિંગ દરમિયાન 60% વીજળી પણ પેદા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પેટ્રોલ કરતાં સસ્તી અને પ્રદૂષણમુક્ત

જો આ કારના ઇંધણના ખર્ચની સરખામણી પેટ્રોલ સાથે કરવામાં આવે તો ઇથેનોલના ઉપયોગથી વાહનચાલકને પેટ્રોલ માત્ર રૂ. 25 પ્રતિ લીટર પડશે, જેનાથી પ્રદૂષણમાં પણ ભારે ઘટાડો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ખેડૂતોને ₹45,000 કરોડનો ફાયદો

મકાઈમાંથી ઇથેનોલ બનાવવાની નીતિથી ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના ખેડૂતોને મોટો આર્થિક લાભ થયો છે. ગડકરીએ જણાવ્યું હતું કે આ નીતિથી ખેડૂતોના ખાતામાં ₹45,000 કરોડ પહોંચ્યા છે. ક્રૂડ ઓઇલના ₹22 લાખ કરોડના બિઝનેસ સાથે જોડાયેલા લોકો વિરોધ કરશે, પરંતુ સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બાઇક ટેક્સીથી દેશમાં 10 કરોડ યુવાનોને મળી શકે છે રોજગારી

દેશમાં બાઇક ટેક્સીના વધતા વ્યાપ અંગે વાત કરતાં તેમણે તમામ રાજ્યોના પરિવહન મંત્રીઓને અપીલ કરી હતી કે તેઓ ગ્રામીણ વિસ્તારના ગરીબ યુવાનો અને ટુ-વ્હીલર ચાલકોને પ્લેટફોર્મ પૂરું પાડે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ઓછા રોકાણે મોટી કમાણી

આ પ્લેટફોર્મ્સ અત્યંત ઓછા ચાર્જમાં યુવાનોને રોજગારી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 10 કરોડ લોકોને રોજગારીની તક

તેમણે ઉમેર્યું કે આ મોડેલથી કોઈપણ મોટા રોકાણ વિના દેશમાં 10 કરોડ લોકોને રોજગારી મળી શકે છે. બેંગલુરુની રેપિડો (Rapido) કંપનીનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે માત્ર એક નિર્ણયથી આ કંપનીએ 3.5 કરોડ લોકોને રોજગારીની તક પૂરી પાડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NitinGadkari E20Petrol EthanolCar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ