ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 9 ઓક્ટોબરે શનિનું મોટું નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓની નોકરી-ધંધામાં આવશે મોટો ફેરફાર

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ / 9 ઓક્ટોબરે શનિનું મોટું નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓની નોકરી-ધંધામાં આવશે મોટો ફેરફાર

Last Updated: 04:34 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

9 ઓક્ટોબરે શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનો સકારાત્મક પ્રભાવ વૃષભ, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો પર પડશે. આ સમયે નોકરી, વ્યવસાય અને નાણાકીય બાબતોમાં સુધારો તથા જૂની મહેનતનું ફળ મળવાની સંભાવના છે.

1/6

photoStories-logo

1. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ

આગામી 9 ઓક્ટોબર 2026ની રાત્રે શનિ ગ્રહ પોતાનું નક્ષત્ર બદલશે. હાલમાં તેઓ રેવતી નક્ષત્રમાં છે અને 9મીએ રાત્રે સાડા સાત વાગ્યે 7:28 ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે બુધનું નક્ષત્ર છે. શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે જે કર્મોના આધારે ફળ આપે છે. બુધની સારી સ્થિતિ નોકરી અને વ્યવસાયમાં લાભ આપતી હોય છે. આ નક્ષત્ર પરિવર્તનનો સકારાત્મક પ્રભાવ ચાર રાશિના જાતકો પર વિશેષ રીતે દેખાશે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ

આ ફેરફાર વૃષભ રાશિના લોકો માટે રાહત લાવનારો સાબિત થશે. નોકરીમાં મહેનતનું ફળ મળશે અને સીનીયરોનો સહયોગ મળતો રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા સંપર્કો મળી શકે છે અને કમાણીના નવા સ્ત્રોત દેખાશે. લાંબા સમયથી અટવાએલી બાબતોને ગતિ મળશે અને નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કન્યા

નોકરીના મામલે કામો સાચી દિશામાં આગળ વધશે. લાંબા સમયથી પડતર રહેલું કામ પૂરું થઈ શકે છે. સીનીયરોની પ્રશંસા મળશે અને કદાચ નવી જવાબદારી પણ સોંપાઈ શકે છે. વ્યવસાયમાં નવી ડીલ આવી શકે છે જેનાથી સારો ફાયદો થશે. પૈસાની તંગી દૂર થશે અને પરિવારમાં આનંદનો માહોલ રહેશે. કોઈ જૂનો સંપર્ક ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તુલા

કરિયરમાં વાતો સારી દિશામાં જશે અને વિચારેલી બાબતો પૂરી થવાની સંભાવના વધશે. નોકરીમાં નવી કે મોટી જવાબદારી મળી શકે છે. વ્યવસાયમાં મોટો પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે. જૂના પ્રયત્નોનું સારું પરિણામ મળશે અને નાણાકીય મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થશે. આ સમયે કામ અંગે વધુ ગંભીરતાથી વિચારશો અને સાચા નિર્ણયો લેશો જેનાથી આગળનો રસ્તો સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મકર

શનિ આ રાશિના સ્વામી હોવાથી આ પરિવર્તન ખાસ મહત્ત્વનું છે. નોકરીમાં પ્રમોશનની ખુશખબરી મળી શકે છે. વ્યવસાયમાં કમાણી વધારવાના ઘણા અવસરો મળશે અને જૂની મહેનત રંગ લાવશે. આત્મવિશ્વાસ પણ વધશે. જોકે કોઈ પણ પ્રકારના રોકાણ અંગે ઉતાવળ કર્યા વગર વિચારીને જ નિર્ણય લેવો જોઈએ. કેમ કે ઉતાવળમાં ભૂલ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Saturn Uttara Bhadrapada Nakshatra Taurus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ