ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:33 PM, 22 September 2026
ADVERTISEMENT
આઠ મહિનાના લાંબા વિરામ બાદ ઇસરો ફરી પૂરી ગતિએ કામ કરવા લાગી છે. આ વર્ષની શરૂઆતમાં 12 જાન્યુઆરીએ લોન્ચ થયેલ EOS-05 મિશન ત્રીજા સ્ટેજમાં ટેક્નીકલ ખામીને કારણે નિષ્ફળ ગયુ હતુ. ત્યારબાદ સંસ્થાએ લાંબો બ્રેક લીધો હતો. 4 સપ્ટેમ્બરે GSLV-F17 રોકેટ વડે જિયોસિંક્રોનસ ઇમેજિંગ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ થતાં જ ઇસરોએ ફરી ઝડપ પકડી લીધી છે.
ADVERTISEMENT
હવે આગામી મહત્વનું મિશન છે NVS-03. જેમાં 15થી 20 ઓક્ટોબર વચ્ચે આ નેવિગેશન સેટેલાઇટ લોન્ચ થવાની સંભાવના છે. શ્રીહરિકોટામાં તેને એસેમ્બલ કરવાનું કામ ચાલુ છે અને GSLV-F18 રોકેટ વડે તેને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ સેટેલાઇટ ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavICને મજબૂત બનાવશે. તે બીજી પેઢીના નેવિગેશન સેટેલાઇટની કેટેગરીનો ત્રીજો સેટેલાઇટ છે જે ભારત અને આસપાસના વિસ્તારોમાં ચોક્કસ સ્થાન નક્કી કરવામાં મદદ કરશે. જેમાં ગયા વર્ષે NVS-02 નિષ્ફળ ગયું હતું તેથી આ વખતે વધુ સુરક્ષા પગલાં સાથે તૈયારી કરવામાં આવી રહી છે.
હાલમાં NavIC માત્ર ત્રણ સેટેલાઇટ પર આધારિત છે. જ્યારે સારી કામગીરી માટે ઓછામાં ઓછા ચારની જરૂર છે. IRNSS-1Aની દસ વર્ષની લીમીટ બે વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ છે. આથી NVS-03ને તેની જગ્યા ભરવા અને સિસ્ટમને મજબૂત કરવા મોકલવામાં આવી રહ્યું છે. ઇસરો NVS-04 અને NVS-05 પર પણ કામ શરૂ કરી ચૂકી છે.
ADVERTISEMENT
માત્ર આ જ નહીં ઇસરોની લાઈનઅપમાં બીજા મોટા મિશનો પણ છે. જેમાં સૌથી મહત્ત્વનું છે ગગનયાન. આ વર્ષના અંત સુધીમાં પહેલી માનવરહિત ફ્લાઇટ G-1 લોન્ચ થઈ શકે છે. જેમાં વ્યોમમિત્ર નામના રોબોટ અંતરિક્ષયાત્રીને મોકલવામાં આવશે. ત્યારબાદ G2 અને G3 પરીક્ષણ ફ્લાઇટ્સ થશે. છેલ્લે H1 મિશનમાં ત્રણ અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીની નીચી કક્ષામાં ત્રણ દિવસ માટે મોકલવામાં આવશે. આ સફળતા પર ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સિવાય ચંદ્રયાન-4 જે ચંદ્રની માટીના નમૂના પરત લાવવાનું મિશન છે, શુક્ર મિશન માર્ચ 2028 સુધીમાં અને મંગલયાન-1 પર પણ કામ ચાલી રહ્યું છે. ઇસરો અધ્યક્ષ ડૉ. વી. નારાયણનના જણાવ્યા અનુસાર આ વર્ષે 12 સેટેલાઇટ તૈયાર કરીને 8 મિશન લોન્ચ કરવાની યોજના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો