ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ વર્ષે ગિફ્ટ સિટીમાં યોજાશે પ્રથમ ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલ, 75થી વધુ દેશોની વાનગીઓનો થશે સંગમ

Global Summit 2027 / આ વર્ષે ગિફ્ટ સિટીમાં યોજાશે પ્રથમ ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલ, 75થી વધુ દેશોની વાનગીઓનો થશે સંગમ

Published By: Vishal Khamar

Last Updated: 02:41 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ગિફ્ટ સિટીમાં 75થી વધુ દેશોની વાનગીઓ સાથે ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલ અને વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ યોજાશે.

ADVERTISEMENT

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ) હવે માત્ર રોકાણ અને બિઝનેસ ડીલ્સ પૂરતી મર્યાદિત નહીં રહે. જાન્યુઆરી, ૨૦૨૭માં યોજાનારી ૧૧મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્ય પ્રથમ વખત ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યું છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં ૭૫થી વધુ દેશોની વાનગીઓનો સ્વાદ માણવા મળશે. સાથે જ ગુજરાતમાં રમતગમતનું વ્યાપક ઇકો સિસ્ટમ વિકસાવવાના હેતુથી વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.

રાજ્ય સરકાર વીજીજીએસના માધ્યમથી ગિફ્ટ સિટીની ઓળખ માત્ર નાણાકીય અને ટેક્નોલોજી હબ પૂરતી સીમિત ન રાખી તેને વૈશ્વિક સ્તરે વધુ આકર્ષક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

ગિફ્ટ સિટીમાં યોજાનારો ગુજરાતનો પ્રથમ ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલ વિશ્વના વિવિધ દેશોની વાનગીઓને એક જ મંચ પર લાવશે. વીજીજીએસ દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં વિશ્વભરના ઉદ્યોગપતિ, વૈશ્વિક કંપનીના સીઈઓ અને રાજકીય નેતાની હાજરી રહેવાની અપેક્ષા છે.

આ ફૂડ ફેસ્ટિવલ વીજીજીએસની સાથેનું એક મોટું આકર્ષણ બની શકે છે. ફેસ્ટિવલમાં વીજીજીએસના તમામ પાર્ટનર દેશનું પ્રતિનિધિત્વ રહેશે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યની વાનગીઓ પણ રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમથી રાજ્યો અને વિવિધ હિતધારકને પોતાની પરંપરાગત ખાણીપીણીની સંસ્કૃતિ અને ફૂડ ઉદ્યોગને વૈશ્વિક પ્રેક્ષક સમક્ષ રજૂ કરવાની તક મળશે.

રાજ્ય સરકાર આ ફેસ્ટિવલનાં વિવિધ પાસાં માટે કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન કરી રહી છે. નાયબ મુખ્યપ્રધાન અને રમતગમત વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ આ આયોજનને ભારતનો પ્રથમ ‘સાચા અર્થમાં ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલ’ બનાવવાની કલ્પના વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ પૂર્વ કોર્પોરેટર અને શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જે શિસ્ત નેવે મૂકી, ફોનમાં ગાળો ભાંડ્યાનો ઓડિયો ચર્ચામાં

રમતગમતને પણ રોકાણના નવા પ્લેબુકમાં સ્થાન

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ૧૧મી આવૃત્તિ દરમિયાન ગુજરાતમાં રમતગમત અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. રાજ્ય સરકાર ૨૦૨૯ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ (WPGF) અને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને વાઈબ્રન્ટની આસપાસ રમતગમતને લગતી અનેક પ્રવૃત્તિઓ યોજવાનું વિચારી રહી છે. આ અંતર્ગત ફૂટબોલ, હોકી અને અન્ય રમતોની ફ્રેન્ડલી મેચો, સેમિનાર અને વર્કશોપ યોજવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના જાણીતા ખેલાડીઓ અને રમતગમતની હસ્તીઓ સાથે ‘ફાયર સાઇડ ચેટ’નું આયોજન કરવાનો વિકલ્પ પણ વિચારણા હેઠળ છે. ૧૧મી વાઈબ્રન્ટનું આયોજન ગાંધીનગરમાં ૧૦થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન થવાનું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GIFT City Food Festival Global Food Festival Gujarat Vibrant Gujarat 2027

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ