ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સહિત 6 રાજ્યોમાંથી ઝડપાયું મલ્ટિલેવલ માર્કેટિંગના નામે મસમોટું SD Pay કૌભાંડ

અમદાવાદ / ગુજરાત સહિત 6 રાજ્યોમાંથી ઝડપાયું મલ્ટિલેવલ માર્કેટિંગના નામે મસમોટું SD Pay કૌભાંડ

Published By: Vishal Khamar

Last Updated: 02:52 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસની તપાસમાં કથિત SD Pay કૌભાંડમાં 15 લાખથી વધુ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. કૌભાંડની રકમ ₹2,000 કરોડને વટાવવાની આશંકા છે.

ADVERTISEMENT

ગુજરાત પોલીસે શરૂઆતમાં અંદાજ લગાવ્યો હતો કે ‘એસડી પે’ હેઠળ આશરે રૂ. ૬૩૫ કરોડનું કૌભાંડ થયું છે અને તેમાં લગભગ ૩.૧૫ લાખ લોકો ભોગ બન્યા છે, પરંતુ આરોપીઓ દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવાતી સિસ્ટમનો પાસવર્ડ તોડીને તપાસકર્તાઓએ મહત્ત્વનો ડેટા મેળવ્યા બાદ આ કૌભાંડમાં ભોગ બનનારની સંખ્યા વધીને ૧૫,૦૦,૭૭૦ થઈ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ ‘એસડી પે’ કૌભાંડ મૂળભૂત રીતે મ‌િલ્ટલેવલ માર્કેટિંગ યોજના હતી, જેને ડિજિટલ વોલેટ એપના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. વોલેટમાં રહેલી રકમ પર દર મહિને નવ ટકા કેશબેક આપવાની લાલચ આપી લોકોને તેમાં જોડવામાં આવતા હતા.

કથિત રીતે આ નેટવર્ક ૧૫ સ્તરની રેફરલ સિસ્ટમ મારફતે ચાલતું હતું. શરૂઆતના રોકાણકારો નવા સભ્યોને જોડતા હતા. ત્યાર બાદ કૌભાંડના મુખ્ય સૂત્રધારોએ ઉપાડની સુવિધા અટકાવી દીધી અને નાણાં કથિત રીતે શેલ કંપનીઓનાં ખાતાંમાં ટ્રાન્સફર કરી દીધાં હતાં.

તપાસકર્તાઓને હવે આશંકા છે કે આ કૌભાંડમાં સંડોવાયેલી કુલ રકમ રૂ. ૨,૦૦૦ કરોડને પણ વટાવી શકે છે. ભોગ બનનારની સંખ્યાની દૃષ્ટિએ આ કેસ ભારતના સૌથી મોટા કૌભાંડમાંનો એક બની શકે છે. આ કેસની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ અનૌપચારિક રીતે જોડાય તેવી શક્યતા છે.

શરૂઆતમાં આ છેતરપિંડી મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પૂરતી મર્યાદિત હોવાનું માનવામાં આવતું હતું, જોકે હવે તેની કડીઓ કર્ણાટક, બિહાર અને ઉત્તરપ્રદેશ સાથે પણ જોડાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ આ રાજ્યોમાં નેટવર્કની કામગીરી, નાણાકીય વ્યવહારો અને તેની સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહી છે, જેથી કથિત કૌભાંડનો સમગ્ર વ્યાપ જાણી શકાય.

‘અપના પે’ના નામે મહારાષ્ટ્રમાં નેટવર્ક ખસેડ્યું

અમરેલી પોલીસે તપાસમાં શોધી કાઢ્યું છે કે મુખ્ય આરોપીઓ ધવલ પટેલ અને નરેન્દ્ર સોલંકીએ ‘અપના પે’ નામ હેઠળ પોતાની કામગીરી મહારાષ્ટ્રમાં ખસેડી હતી. કથિત રીતે આ કામગીરી નરેન્દ્ર કાંગ્રેને સોંપવામાં આવી હતી. કાંગ્રેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે અને તે ફરાર હોવાનું પોલીસનું કહેવું છે. તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે અને તેને નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. ધવલ પટેલ અને નરેન્દ્ર સોલંકી સહિત અત્યાર સુધીમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોલંકી અગાઉ યુપીઆઈ આધારિત કંપનીમાં કર્મચારી તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચોઃ આ વર્ષે ગિફ્ટ સિટીમાં યોજાશે પ્રથમ ગ્લોબલ ફૂડ ફેસ્ટિવલ, 75થી વધુ દેશોની વાનગીઓનો થશે સંગમ

ભરતીથી લઈને બેન્કિંગ ખામીઓ સુધી તપાસ

તપાસકર્તાઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે આ નેટવર્કે આટલી મોટી સંખ્યામાં લોકોને કેવી રીતે પોતાની સાથે જોડ્યા હતા, સાથે જ મહારાષ્ટ્રમાં ‘અપના પે’ની ભૂમિકા, નરેન્દ્ર કાંગ્રેની ભૂમિકા અને તેનું હાલનું ઠેકાણું તેમજ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાની કથિત ખામીઓનો કેવી રીતે ગેરલાભ લેવામાં આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat SD Pay scam SD Pay fraud 15 lakh victims scam

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ