ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:34 AM, 22 September 2026
ADVERTISEMENT
મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.એક્ટ્રેસ અને મોડલ નૈના છાબડાએ પોતાના અનુભવ વિશે ખુલાસો કરતાં જણાવ્યું કે એક શૂટ દરમિયાન તેમને કપડાં ઉતારીને ફિગર બતાવવાનું કહેવામાં આવ્યું હતું.નૈનાએ આ ડિમાન્ડ સામે સ્પષ્ટ ના પાડી દીધી હતી.ગહના વશિષ્ઠના યુટ્યુબ શો 'ધ ગહના શો'માં તેમણે આ ઘટના વિશે વાત કરી અને નવી યુવતીઓને આવા અનુભવોથી સાવચેત રહેવાની સલાહ આપી.
ADVERTISEMENT
નૈના છાબડા એક એક્ટ્રેસ અને મોડલ છે.તે બી-ગ્રેડ ફિલ્મો અને બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે. ઉલ્લૂ એપની કેટલીક સિરીઝમાં પણ તે જોવા મળી છે.તાજેતરમાં ગહના વશિષ્ઠના યુટ્યુબ શો 'ધ ગહના શો'માં નૈનાએ કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે વાત કરી હતી.નૈનાએ જણાવ્યું કે એક કો-ઓર્ડિનેટરે તેમને એક વ્યક્તિ પાસે મોકલ્યાં હતાં. કો-ઓર્ડિનેટરે કહ્યું હતું કે તે વ્યક્તિ ઇન્ટરનેશનલ લેવલ પર પ્રિન્ટ શૂટ કરે છે.ઇન્ટરનેશનલ લેવલના શૂટની વાત સાંભળીને નૈના ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી.તેને પણ પોતાના દમ પર આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની ઇચ્છા હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
નૈનાએ જણાવ્યું કે તેના પિતા લાંબા સમયથી વિદેશમાં રહે છે અને તેનો પરિવાર પણ વિદેશમાં છે.આ કારણે તેને પણ પોતાના દમ પર વિદેશમાં કામ કરવાની ઇચ્છા હતી.ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરવાની તક મળશે તેવું વિચારીને તે શૂટ માટે પહોંચી હતી.પરંતુ ત્યાં પહોંચ્યા બાદ પરિસ્થિતિ અલગ જ જોવા મળી. નૈનાના જણાવ્યા અનુસાર તે વ્યક્તિએ તેને કહ્યું કે અહીં બિકીની શૂટ થશે.સાથે જ તેણે કપડાં ઉતારીને પોતાનું ફિગર બતાવવાની ડિમાન્ડ કરી. આ વાત સાંભળીને નૈના અસહજ થઈ ગઈ હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે આવું કરી શકે તેમ નથી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ તમારું સિમકાર્ડ કોઈ બીજું તો નથી યુઝ કરી રહ્યું ને? આ રીતે કરો ચેક
ADVERTISEMENT
નૈનાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે કપડાં ઉતારવાની ના પાડી ત્યારે તે વ્યક્તિએ તેને કહ્યું કે જો તે આવું નહીં કરે તો તેને કામ પણ નહીં મળે.આ ડિમાન્ડ સામે નૈનાએ પોતાની મર્યાદા જાળવી રાખી અને આવી શરતે કામ કરવાનો ઇનકાર કર્યો.નૈનાએ આ અનુભવ શેર કરતાં કહ્યું કે યુવતીઓએ આવી બાબતોથી બચવું જોઈએ.પોડકાસ્ટમાં આ પ્રકારના અનુભવો વિશે વાત કરવાનો હેતુ પણ નવી યુવતીઓને સાવચેત કરવાનો છે.જેથી ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતી યુવતીઓ સતર્ક રહે અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે.
ADVERTISEMENT
આ જ શોમાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠે પણ કાસ્ટિંગ કાઉચ અંગે પોતાનો અનુભવ શેર કર્યો હતો.ગહનાએ જણાવ્યું કે જ્યારે તે એક્ટિંગમાંથી ડિરેક્શનના ક્ષેત્રમાં આવી ત્યારે તેને ખબર પડી કે ઓડિશનના નામે યુવતીઓને કપડાં ઉતારવાનું કહેવામાં આવે છે. ઘણી વખત તો કેમેરા સામે જ આવું કરાવવામાં આવતું હોવાનો પણ તેણે દાવો કર્યો હતો.ગહનાએ વધુમાં કહ્યું કે જો કોઈ ફિલ્મમાં કિસિંગ સીન હોય તો કેટલીક વખત ડિરેક્ટર હિરોઇનને પોતાની સાથે સીનની પ્રેક્ટિસ કરવાનું કહે છે. તેના મતે શોબિઝમાં કામ કરવા આવતી યુવતીઓએ આવી પરિસ્થિતિઓમાં ખાસ સતર્ક રહેવું જોઈએ, જેથી કોઈ તેમની સાથે ખોટું ન કરી શકે.
ફિલ્મ અને મનોરંજન જગતમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતી યુવતીઓ માટે નૈના છાબડાએ પોતાનો અનુભવ શેર કરીને સાવચેત રહેવાનો સંદેશ આપ્યો છે. ગ્લેમરની દુનિયામાં કામ મેળવવાની ઉતાવળમાં કોઈ પણ શરત સ્વીકારતા પહેલાં તેની યોગ્યતા અને સુરક્ષા અંગે વિચારવું જરૂરી છે. નૈના અને ગહનાની વાતચીતમાં કાસ્ટિંગ કાઉચના નામે થતી આવી ડિમાન્ડ્સ અંગે સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ