ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બિગ બોસ 20 માં સલમાન ખાનનો આક્રોશ, સ્ટેજ પર જેકેટ અને હેટ ઉતારી ટ્રોલર્સને આપ્યો મુહતોડ જવાબ
Last Updated: 09:10 PM, 19 September 2026
ADVERTISEMENT
લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 20' નો બીજો 'વીકેન્ડ કા વાર' ભારે હાઇ-વોલ્ટેજ ડ્રામા અને ધમાકેદાર મોમેન્ટ્સથી ભરપૂર રહેવાનો છે. આ અઠવાડિયે શોના ઘરમાં કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી, કડક નિયમોનું ઉલ્લંઘન અને નોમિનેશનમાં મોટા ટ્વિસ્ટ જોવા મળ્યા હતા. ઘરમાં સર્જાયેલા આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે શોના હોસ્ટ અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને સ્ટેજ પર આવીને ઘરના સભ્યોની આકરી ક્લાસ લીધી હતી.
ADVERTISEMENT
આ અઠવાડિયે કન્ટેસ્ટન્ટ સ્કાઉટ અને આસિફ ખાન શોના નિયમો અને મેકર્સના નિર્ણયો પર સતત ટીકાટિપ્પણી કરવાને કારણે વિવાદના કેન્દ્રમાં રહ્યા હતા. સામે આવેલા નવા પ્રોમોમાં સલમાન ખાનનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. સલમાન ખાને સ્કાઉટને સીધો જ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, તે પોતાની યૂટ્યુબ કમ્યુનિટીને કહી દે કે આવીને તેમને ટ્રોલ કરે. સલમાનના આ આકરા વલણે ઘરના અન્ય સભ્યોને પણ સ્તબ્ધ કરી દીધા હતા.
ADVERTISEMENT
Bhai ki baat sunne ke baad gharwalon ka kya hoga reaction?
— JioHotstar Reality (@HotstarReality) September 19, 2026
Dekhiye #BiggBoss20 ka naya episode, har roz raat 9 baje #JioHotstar par aur 10:30 baje #Colors par.#BiggBoss20 #BiggBossOnJioHotstar pic.twitter.com/eTA6PGsjrl
ADVERTISEMENT
પોતાની હેલ્થ, શરીર અને હેર ટ્રાન્સપ્લાન્ટને લઈને ચાલતી અફવાઓ પર વિરામ મૂકતાં સલમાને ખાસ બેબાક અંદાજ અપનાવ્યો હતો. પ્રોમોમાં સલમાન ખાને ટ્રોલ કરનારાઓને રોકડું પરખાવતા પોતાની હેટ અને કોટ-જેકેટ ઉતારી ફેંકી દીધા હતા. તેમણે સ્ટેજ પર પોતાની ટી-શર્ટ ખેંચીને ફિટનેસ બતાવી અને સ્પષ્ટ સંભળાવી દીધું કે, જેને ટ્રોલ કરવું હોય તે કરી લો.
આ પણ વાંચોઃ ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો
ADVERTISEMENT
સલમાન ખાનના આ બોલ્ડ પગલાંથી તેમની તંદુરસ્તી અને હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે ફેલાવવામાં આવતી તમામ ખોટી વાતો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર આ પ્રોમો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો