ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ₹15000 નહીં.. હવે 25000 સેલેરી લિમિટ, EPFOના બદલે નિયમથી કોને કોને થશે ફાયદો?

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ₹15000 નહીં.. હવે 25000 સેલેરી લિમિટ, EPFOના બદલે નિયમથી કોને કોને થશે ફાયદો?

Last Updated: 03:42 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે પગારદાર કર્મચારીઓ માટે એક મોટી ભેટ આ અઠવાડિયે EPF અને કર્મચારી પેન્શન યોજના (EPS) ને લગતા નિયમોમાં સુધારો કર્યો છે.

1/6

photoStories-logo

1. કોને ક્યા મળશે લાભ?

નવા નિયમ હેઠળ, ફરજિયાત કવરેજ માટેની પગાર મર્યાદા 15,000 રુપિયા થી વધારીને 25,000 રુપિયા પ્રતિ માસ કરવામાં આવી છે, જે 17 સપ્ટેમ્બરથી લાગુ થઇ ગઇ છે. સરકારના આ નિર્ણયથી લાખો કામદારોને રિટાયરમેન્ટ અને સોશિયલ સિક્યોરિટી બેનેફિટ્સ સુધી વ્યાપક મળી રહેશે. આવો સમજીએ કે કોને આનો લાભ મળશે અને તે લાભો કયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 2014 બાદ થયો બદલાવ

કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને સરળ શબ્દોમાં સમજીએ તો ખાનગી ક્ષેત્રના એવા કર્મચારીઓ કે જેમનો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ 25,000 રુપિયા થાય છે, તેમણે હવે ફરજિયાત PF યોગદાન ઉપરાંત EPS (PF પેન્શન યોજના) માં પણ યોગદાન આપવું પડશે. અગાઉ, PF કવરેજ માટેની ફરજિયાત પગાર મર્યાદામાં 1 સપ્ટેમ્બર, 2014ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો અને તેને 6,500 રુપિયા થી વધારીને 15,000 રુપિયા કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. EPFO ના બદલાથી કોને લાભ?

EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની વેતન મર્યાદાને દર મહિને 15,000 રુપિયા થી વધારીને 25,000 રુપિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પગલાથી 51 લાખથી વધુ કર્મચારીઓને લાભ થશે. અગાઉ, દર મહિને 15,000 રુપિયા થી વધુ કમાતા નવા કર્મચારીઓ આપમેળે EPF માળખા હેઠળ આવરી લેવામાં આવતા ન હતા. જોકે, નવી મર્યાદા સાથે, હવે દર મહિને 15,000 રુપિયા થી 25,000 રુપિયાની વચ્ચે કમાણી કરતા કર્મચારીઓ ફરજિયાત EPF બચત તેમજ EPFO ​​યોજનાઓ સાથે સંકળાયેલ પેન્શન અને વીમા કવરેજનો લાભ મેળવી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. EPF, પેન્શન અને ઇન્શ્યોરેન્સનો લાભ

EPF વેતન મર્યાદામાં કરવામાં આવેલો આ વધારો માત્ર પ્રોવિડન્ટ ફંડની બચત પૂરતો સીમિત નથી. આ દાયરામાં આવતા કર્મચારીઓને 'એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ' (EPS) હેઠળ પણ લાભ મળશે. જે યોજનાની જોગવાઈઓ પર આધારિત છે અને તેમાં નિર્ધારિત નિયમોને આધીન અપંગતા પેન્શન તથા કૌટુંબિક પેન્શન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 'એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ' (EDLI) યોજના હેઠળ પણ લાભ મળશે, જે કર્મચારીઓને જીવન વીમા કવચના સ્વરૂપમાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. નાણાકીય સુરક્ષા મળશે અને મજબૂતી

EPFOના નિયમમાં થયેલા ફેરફારના લાભો માત્ર વર્તમાન રોજગાર કે PF કપાત પૂરતા સીમિત નથી. EPF, EPS અને EDLI મળીને કર્મચારીઓને વિવિધ રીતે લાંબા ગાળાની આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. નિયમિત PF કોન્ટ્રીબ્યૂશનથી રિયાયરમેન્ટ માટે ફંડ ઊભું કરે છે, EPS પાત્રતાના માપદંડો પૂરા કરવા પર પેન્શનની ખાતરી આપે છે અને EDLI વીમા કવચ પૂરું પાડે છે. સ્પષ્ટ છે કે, સરકારનો આ નિર્ણય મોટી સંખ્યામાં કર્મચારીઓ માટે રોજગાર દરમિયાન બચત અને ભવિષ્યની સુરક્ષા એમ બંને બાબતો માટે આધાર બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સરકારનો કેટલો ખર્ચ વધશે?

EPFOના નિયમોમાં થયેલો આ ફેરફાર સરકારી તિજોરી પર અસર કરશે. સરકારના ખર્ચના અંદાજોને જોતાં, વેતનની મર્યાદામાં કરવામાં આવેલા વધારાને કારણે વાર્ષિક 11,339 કરોડ રુપિયાનો ખર્ચ થશે, જ્યારે હાલમાં વાર્ષિક બજેટ સહાય આશરે 10,250 કરોડ રુપિયા છે. પરિણામે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન અંદાજિત ખર્ચ લગભગ 56,696 કરોડ રુપિયા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

epf eps edli epfo rule change how get benefits salary limit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ