ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તિરુપતિના લાડુના ઘીમાં પામ ઓઈલ અને કેમિકલ્સની ભેળસેળ! ED નો મોટો ખુલાસો, ફેક્ટરી માલિકની ધરપકડ

નેશનલ / તિરુપતિના લાડુના ઘીમાં પામ ઓઈલ અને કેમિકલ્સની ભેળસેળ! ED નો મોટો ખુલાસો, ફેક્ટરી માલિકની ધરપકડ

Published By: Pravin Joshi

Last Updated: 04:10 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પામ ઓઈલ અને અનેક પ્રકારના કેમિકલ્સની ભેળસેળ કરવામાં આવી હોવાનો મોટો ખુલાસો ED ની તપાસમાં થયો છે.

ADVERTISEMENT

વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર લાડુ પ્રસાદ માટે મોકલવામાં આવતા ઘીના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. શુદ્ધ ગાયના ઘીના નામે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને ખતરનાક કેમિકલ્સ મિશ્રિત કરીને તૈયાર કરાયેલું ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવતું હતું. આ મની લોન્ડરિંગ અને ભેળસેળ કેસમાં ED એ 'સુકૃતિ ફૂડ્સ' ના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ કરી છે.

TIRUPATI-1

ઘીમાં કયા કેમિકલ્સ અને ઓઈલ ભેળવવામાં આવતા?

ED ની તપાસ અનુસાર, ગાયના શુદ્ધ ઘીના નામે સપ્લાય કરાતા આ પ્રોડક્ટમાં શુદ્ધ ગાયનું ઘી નહિવત હતું. તેના બદલે રિફાઈન્ડ પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને પામોલીન જેવા વનસ્પતિ તેલો, MG-90, મોનોગ્લિસરાઈડ્સ, માયવેસિટ સોફ્ટ 400 અને એસિટીક એસિડ એસ્ટર જેવા કેમિકલ્સ ભેળવવામાં આવતા હતા. આ ઘાતક કેમિકલ્સ અને તેલના મિશ્રણને "એગમાર્ક સ્પેશિયલ ગ્રેડ કાઉ ઘી" નું લેબલ લગાવીને TTD ને ધાબડી દેવામાં આવતું હતું.

Tirupati Balaji (2)

₹230 કરોડનું મોટું કૌભાંડ

ED ની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2019 થી 2024 વચ્ચે TTD ને કરવામાં આવેલી કુલ ઘી સપ્લાયની કિંમત આશરે ₹230 કરોડ જેટલી હતી. જેમાંથી ₹96 કરોડનું ભેળસેળયુક્ત ઘી કૈલાશ ચંદ મંગલાએ પોતાની ફેક્ટરીમાં જ તૈયાર કરાવ્યું હતું. મંગલાએ માત્ર ઘી તૈયાર નથી કર્યું પરંતુ ભેળસેળ માટેના કેમિકલ્સની ખરીદી અને આગળના સપ્લાય નેટવર્કનું પણ સંચાલન કર્યું હતું.

શેલ કંપનીઓ અને બોગસ બિલિંગ

કૌભાંડને છુપાવવા માટે મંગલાએ 'શ્રી વૈષ્ણવી ડેરી સ્પેશિયાલિટીઝ પ્રા. લિ.', 'માલગંગા મિલ્ક એન્ડ એગ્રો પ્રોડક્ટ્સ પ્રા. લિ.' અને 'એઆર ડેરી ફૂડ્સ પ્રા. લિ.' જેવી શેલ/ફ્રન્ટ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પામ ઓઈલ અને ઘી ખરીદીના બોગસ રેકોર્ડ્સ અને ફેક બિલિંગ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેથી આ સમગ્ર કાળા કારોબારને અસલી ગાયના ઘીનો બિઝનેસ દર્શાવી શકાય.

આ પણ વાંચોઃ ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

PMLA હેઠળ ધરપકડ

ED ના હૈદરાબાદ ઝોનલ ઓફિસે કૈલાશ ચંદ મંગલાની મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA), 2002 ની કલમ 19 હેઠળ ધરપકડ કરીને વિશાખાપટ્ટનમની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ED એ 'ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રા. લિ.' ના ડિરેક્ટર વિપિન જૈનની પણ ધરપકડ કરી હતી. હાલ તિરુપતિ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ના આધારે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TirupatiLaddu GheeScam TirupatiBalaji

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ