ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ' ઈશા કોપ્પીકરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું - "સુપરસ્ટારે મને એકલા મળવા બોલાવી હતી"

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ' ઈશા કોપ્પીકરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું - "સુપરસ્ટારે મને એકલા મળવા બોલાવી હતી"

Last Updated: 05:01 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઈશા કોપ્પીકર પોતાના 50મા જન્મદિવસે ફેન્સ વચ્ચે ફરી ચર્ચામાં આવી છે. તેમણે પોતાના કરિયરના શરૂઆતી દિવસોનો એક ચોંકાવનારો અનુભવ શેર કરતા ખુલાસો કર્યો.

1/5

photoStories-logo

1. બોલિવૂડની 'ખલ્લાસ ગર્લ' ઈશા કોપ્પીકરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું - "સુપરસ્ટારે મને એકલા મળવા બોલાવી હતી"

બોલિવૂડમાં 'ખલ્લાસ' અને 'ઈશ્ક સમુંદર' જેવા ચાર્ટબસ્ટર ગીતોથી ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટ્રેસ ઈશા કોપ્પીકર આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 19 સપ્ટેમ્બર 1976ના રોજ મુંબઈના માહિમ ખાતે જન્મેલા ઈશાએ ગ્લેમર વર્લ્ડથી લઈને પોલિટિક્સ સુધીની પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. જોકે, તેમના જન્મદિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શરૂઆતી તબક્કાના તેમના એક ચોંકાવનારા અનુભવે ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાડી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 22 વર્ષની ઉંમરે સામનો કરવો પડ્યો હતો કડવા અનુભવનો

એક જાણીતા ઈન્ટરવ્યુ દરમિયાન ઈશા કોપ્પીકરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેઓ 22 વર્ષના હતા અને ઈન્ડસ્ટ્રીમાં નવા હતા, ત્યારે એક ખૂબ જ લોકપ્રિય અને મોટા એક્ટરે તેમને વ્યક્તિગત રીતે મળવા બોલાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. એકલા મળવા બોલાવી

ઈશાના જણાવ્યા અનુસાર, તે સુપરસ્ટારે સ્પષ્ટ શરત મૂકી હતી કે ઈશાએ પોતાના ડ્રાઈવર કે કોઈ પણ સ્ટાફ સભ્યને સાથે લાવવાના નથી અને એકલા જ આવવાનું છે. આ વાત સાંભળીને ઈશા અત્યંત અસહજ અને ભયભીત થઈ ગયા હતા. તેમણે પોતાની પ્રોફેશનલ મર્યાદા જાળવી રાખીને તે મોટા એક્ટરના એકલા મળવાના પ્રસ્તાવને તરત જ ફગાવી દીધો હતો. જોકે, ઈશાએ ઈન્ડસ્ટ્રીના તે કલાકારના નામનો ખુલાસો કરવાનું ટાળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોડલિંગથી લઈને પોલિટિક્સ સુધીની સફર

ઈશા કોપ્પીકરે 1998માં તમિલ ફિલ્મ 'કાધલ કવિથાઈ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2002માં હૃતિક રોશન અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'ફિઝા'થી બોલિવૂડમાં પગ મૂક્યો. તેમણે 'LOC કારગિલ', 'કૃષ્ણા કોટેજ', '36 ચાઈના ટાઉન', 'ડોન' અને 'એક વિવાહ એસા ભી' જેવી સુપરહિત ફિલ્મોમાં મહત્વના રોલ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ફેન્સના દિલ જીતી લીધા હતા

જોકે, લીડ એક્ટ્રેસ કરતાં તેમના ડાન્સ નંબર્સે ફેન્સના દિલ જીતી લીધા હતા અને તેમને 'ખલ્લાસ ગર્લ'નું ટેગ મળ્યું હતું. છેલ્લે ફિલ્મ 'લવ યુ લોકતંત્ર'માં દેખાયેલા ઈશા હવે મોટા પડદાથી થોડા દૂર છે, પરંતુ રાજકારણ અને સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહીને પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IshaKoppikar KhallasGirl BollywoodNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ