ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કેવો છે મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ‘ચટણી’નો સ્વાદ, મજા કરાવશે કે પછી તીખી લાગશે?

મનોરંજન / કેવો છે મલ્હાર ઠાકર અને પૂજા જોશીની ‘ચટણી’નો સ્વાદ, મજા કરાવશે કે પછી તીખી લાગશે?

Published By: Vishal Khamar

Last Updated: 02:32 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની નવી ફિલ્મ ‘ચટણી’ રિલીઝ થઈ ચૂકી છે. સંદીપ પટેલે ડિરેક્ કરેલી આ ફિલ્મની વાર્તા પરિવારની 115 વર્ષ જૂની ફરસાણની પરંપરા અને તેને નવી ઓળખ આપવાના સપનાની આસપાસ ફરે છે. ફિલ્મમાં ડ્રામા, ફેમિલી અને રોમાન્સને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

ફિલ્મમાં મુખ્ય પાત્ર દેવલ છે. એન્જિનિયર તરીકે તેની પાસે સ્થિર કારકિર્દી હોવા છતાં તે પોતાના પરિવારની પરંપરા આગળ વધારવાનો નિર્ણય કરે છે. પરિવારની ખાસ ચટણીની પરંપરાગત રેસીપીને આધુનિક બ્રાન્ડમાં બદલવાનું તેનું સપનું છે. અહીંથી ફિલ્મમાં નવી પેઢીના સપના અને જૂની પેઢીની પરંપરા વચ્ચેનો સંઘર્ષ શરૂ થાય છે.

‘ચટણી’નો વિષય તેનો સૌથી મજબૂત ભાગ છે. ગુજરાતી પરિવાર, ફરસાણની દુકાન અને વર્ષો જૂની પરંપરાને નવી રીતે આગળ વધારવાનો પ્રયાસ દર્શકો સાથે સહજ કનેક્શન બનાવે છે. દેવલનો દુકાનને નવી ઊંચાઈએ લઈ જવાનો સંઘર્ષ ફિલ્મનો મુખ્ય ટ્રેક છે અને આ ભાગમાં ફિલ્મ એક વ્યવસાય સાથે જોડાયેલી લાગણીસભર કહાની બનતી જોવા મળે છે.

પરંતુ અહીં ફિલ્મની સૌથી મોટી ખામી પણ સામે આવે છે. ફિલ્મ જરૂર કરતાં વધારે લાંબી છે. લગભગ 2 કલાક 47 મિનિટના રનટાઇમમાં કેટલીક જગ્યાએ સ્ટોરીને અનનેસેસરી ખેંચવામાં આવી હોય એવું લાગે છે. જે વાત વધુ ટૂંકા અને અસરકારક રીતે કહી શકાય તેમ હતી, ત્યાં ફિલ્મ સમય લે છે અને તેના કારણે કેટલાક ભાગોમાં પેસિંગ ધીમું પડી જાય છે.

ફિલ્મમાં લવ સ્ટોરીનો ટ્રેક મુખ્ય કહાનીની સરખામણીમાં સાઇડ ટ્રેક જેવો છે. છતાં કેટલીક જગ્યાએ આ લવ સ્ટોરીનો ટ્રેક એટલો સમય લઈ લે છે કે ચટણીની દુકાન અને તેને ઉભી કરવાની દેવલની સ્ટ્રગલ સ્ટોરી થોડા સમય માટે પાછળ ધકેલાઈ જાય છે. ફિલ્મનો સૌથી રસપ્રદ ભાગ જ્યાં દુકાન, પરિવારની પરંપરા અને નવા બિઝનેસ મોડલનો સંઘર્ષ છે, ત્યાં ધ્યાન વારંવાર લવ ટ્રેક તરફ વળે છે. આ કારણે મુખ્ય કહાનીની ગતિ પર પણ અસર પડે છે. દિગ્દર્શક સંદીપ પટેલે પરિવાર, પરંપરા અને આધુનિક વિચારધારાને એકસાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

ઓવરઓલ વાત કરીએ તો, ‘ચટણી’નો કન્સેપ્ટ ગુજરાતી દર્શકોને પોતાનો લાગશે, પણ મનોરંજનની દ્રષ્ટિએ ફિલ્મ થોડીક નબળી છે, ખાસ કરીને લંબાઈને કારણે . પરિવારની 115 વર્ષ જૂની પરંપરા અને તેને નવી ઓળખ આપવાના સંઘર્ષમાં ફિલ્મ પાસે એક સારી અને લાગણીસભર કહાની છે. પરંતુ લાંબો રનટાઇમ, કેટલીક જગ્યાએ અનનેસેસરી ખેંચાતી સ્ટોરી અને મુખ્ય દુકાનના સંઘર્ષ વચ્ચે હાવી થતો લવ ટ્રેક ફિલ્મના અનુભવને થોડો ધીમો બનાવે છે. જો તમને ફેમિલી ડ્રામા, ગુજરાતી સંસ્કૃતિ અને બિઝનેસ-સ્ટ્રગલ સાથેની કહાની ગમતી હોય તો ફિલ્મનો વિષય તમને પસંદ પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Film Review Chutney Gujarati Movie Chutney Movie Review

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ