ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથના ઈકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગનું કર્યું ઉદ્ઘાટન
Last Updated: 11:42 AM, 19 September 2026
ADVERTISEMENT
સોમનાથ: પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના પ્રસાદના પેકેજિંગમાં નવી પહેલ કરવામાં આવી છે. હવે ભક્તોને પ્રસાદ ઈકો-ફ્રેન્ડલી અને પુનઃઉપયોગ કરી શકાય તેવા પેકેજિંગમાં આપવામાં આવશે. નવી પેકેજિંગ વ્યવસ્થાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું.
ADVERTISEMENT

NID અને GPCBના સહયોગથી તૈયાર કરવામાં આવી
ADVERTISEMENT
નવી પેકેજિંગ વ્યવસ્થા NID અને GPCBના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. તેમાં આકર્ષક કાર્ડબોર્ડ પેકિંગની સાથે મેટલ બોક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બોક્સને ભક્તો પ્રસાદ લીધા બાદ ઘરે અન્ય ઉપયોગ માટે પણ રાખી શકશે.

ADVERTISEMENT
મગસના લાડુનું વ્યક્તિગત પેકિંગ
સોમનાથ મંદિરના પ્રસાદમાં મળતા મગસના લાડુ માટે પણ નવી પેકેજિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે. હવે લાડુનું વ્યક્તિગત પેકિંગ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી પ્રસાદની સ્વચ્છતા જાળવવામાં તેમજ તેની શેલ્ફ લાઇફ વધારવામાં મદદ મળશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ લો બોલો, Zeptoના ગોડાઉનમાંથી મળી આવી એક્સપાયરી ડેટની વસ્તુઓ
ADVERTISEMENT
પર્યાવરણને અનુકૂળ પહેલ
પ્રસાદના પેકેજિંગમાં રિયુઝેબલ સામગ્રીના ઉપયોગથી પેકેજિંગ બાદ થતો કચરો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ ભક્તોને ઉપયોગી રહે તે રીતે બોક્સની રચના કરવામાં આવી છે. મંદિર દ્વારા કરવામાં આવેલી આ પહેલમાં પરંપરા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો