ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ

દુઃખદ / ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ

Published By: Vishal Khamar
Reported By: Jay Virani

Last Updated: 12:48 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો. આર્થિક સંકડામણને પગલે પગલું ભર્યું હોવાની આશંકા વચ્ચે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

ADVERTISEMENT

જૂનાગઢ શહેરમાં આર્થિક સંકડામણને પગલે દંપતીએ ઝેરી દવાની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજ્યાં હતાં.

સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યા

મળતી માહિતી મુજબ, વનરાજસિંહ ઝાલા અને તેમની પત્ની રેખાબા ઝાલાએ ઝેરી દવાની ટીકડીઓ ખાધી હતી. બંનેની તબિયત લથડતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું.

આર્થિક સંકડામણના કારણે દંપતીએ પગલું ભર્યુંઃ સૂત્રો

પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં કોઈ કમાવાવાળું ન હોવા અને આર્થિક સંકડામણના કારણે દંપતીએ આ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથના ઈકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગનું કર્યું ઉદ્ઘાટન

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે દંપતીના પરિવારજનો તથા સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh couple suicide Junagadh suicide news Vanrajsinh Zala

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ