ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પિચકારી મારનાર તથા ગંદકી ફેલાવનારા 101 મુસાફરો વિરૂદ્ધ તંત્રનો સપાટો, વસૂલાયો કુલ ₹1.01 લાખનો દંડ

ગુજરાત / પિચકારી મારનાર તથા ગંદકી ફેલાવનારા 101 મુસાફરો વિરૂદ્ધ તંત્રનો સપાટો, વસૂલાયો કુલ ₹1.01 લાખનો દંડ

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Sompura

Last Updated: 11:33 AM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત રેલવે સ્ટેશન પર સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પાન ખાઈને થૂંકનારા અને ગંદકી ફેલાવનારા મુસાફરો સામે રેલવે પ્રશાસને મેગા ડ્રાઈવ હાથ ધરી છે. માત્ર 12 કલાકના સઘન ચેકિંગમાં 101 મુસાફરો ઝડપાયા અને તંત્ર દ્વારા કુલ ₹1.01 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.

ADVERTISEMENT

સુરત રેલવે સ્ટેશન પર પાન-મસાલા ખાઈને જાહેરમાં થૂંકનારા અને ગંદકી ફેલાવનારા લોકો સામે રેલવે પ્રશાસને કડક કાર્યવાહી શરૂ કરી છે. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત રેલવે દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન સ્ટેશન પર પાન-મસાલાની પિચકારી મારનારા તેમજ રેલવે પરિસરમાં ગંદકી ફેલાવનારા કુલ 101 મુસાફરોને ઝડપી લેવામાં આવ્યા હતા. માત્ર 12 કલાકના સઘન ચેકિંગ દરમિયાન તંત્ર દ્વારા આ મુસાફરો પાસેથી કુલ ₹1.01 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

pan-masala-2

સુરત રેલવે સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે અને મુસાફરો જાહેર સ્થળે ગંદકી ન ફેલાવે તે માટે રેલવે પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. કમર્શિયલ વિભાગ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPFની સંયુક્ત ટીમે સ્ટેશનના પ્લેટફોર્મ સહિતના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમ દ્વારા મુસાફરોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી અને પાન-મસાલા ખાઈને થૂંકતા કે અન્ય રીતે ગંદકી કરતા લોકો સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

પાન-મસાલાની પિચકારી મારવાથી માત્ર ગંદકી જ ફેલાતી નથી

રેલવે પરિસરમાં પાન-મસાલાની પિચકારી મારવાથી માત્ર ગંદકી જ ફેલાતી નથી, પરંતુ સ્ટેશનની સ્વચ્છતા અને સુંદરતા પર પણ અસર પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જન વિશ્વાસ એક્ટ હેઠળ નિયમો તોડનારા બેજવાબદાર મુસાફરો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સ્ટેશન પર સ્વચ્છતા સાથે બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

માત્ર દંડ વસૂલવાનો જ હેતુ રાખવામાં આવ્યો નહોતો

આ મેગા ડ્રાઈવ દરમિયાન માત્ર દંડ વસૂલવાનો જ હેતુ રાખવામાં આવ્યો નહોતો, પરંતુ મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા. મુસાફરોને રેલવે સ્ટેશન પર ગંદકી ન કરવા, પાન-મસાલાની પિચકારી ન મારવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા. રેલવે પ્રશાસનનું માનવું છે કે માત્ર દંડ કરવાથી નહીં પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાથી પણ સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે.

ગાઇડ્સ દ્વારા સ્ટેશન પર શેરી નાટક પણ ભજવવામાં આવ્યું હતું

મુસાફરોને જાગૃત કરવા માટે સ્કાઉટ્સ અને ગાઇડ્સ દ્વારા સ્ટેશન પર શેરી નાટક પણ ભજવવામાં આવ્યું હતું. આ શેરી નાટકના માધ્યમથી જાહેર સ્થળે થૂંકવાથી થતી ગંદકી અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી અંગે લોકોને સરળ રીતે સમજાવવામાં આવ્યું હતું. મુસાફરોને પણ અપીલ કરવામાં આવી હતી કે રેલવે સ્ટેશનને પોતાના ઘર જેવી સ્વચ્છ જગ્યા માનીને ગંદકી ન કરે અને અન્ય મુસાફરો માટે પણ સ્વચ્છ વાતાવરણ જાળવવામાં સહયોગ આપે.

આ પણ વાંચો : લો બોલો, Zeptoના ગોડાઉનમાંથી મળી આવી એક્સપાયરી ડેટની વસ્તુઓ

સુરત રેલવે સ્ટેશન પર હાથ ધરાયેલી આ 12 કલાકની કાર્યવાહી દરમિયાન 101 મુસાફરો પાસેથી ₹1.01 લાખનો દંડ વસૂલાયો છે. રેલવે પ્રશાસનની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સ્ટેશન પર ગંદકી ફેલાવનારા સામે ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે. આવનારા સમયમાં પણ મુસાફરો નિયમોનું પાલન કરે અને રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવી રાખે તે માટે આવી કાર્યવાહી અને જાગૃતિ અભિયાન ચાલુ રાખવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cleanliness Drive RPF Action Surat Railway Station

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ