ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આખો સપ્ટેમ્બર ગુજરાતમાં પડશે વરસાદી ઝાપટાં, વાંચો જયપ્રકાશ માઢકની આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 12:33 PM, 20 September 2026
1/7
ગુજરાતમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકના જણાવ્યા મુજબ અપર એર સર્ક્યુલેશન (UAC) ની અસરને કારણે આજે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદી માહોલ રહી શકે છે.
2/7
આગાહી પ્રમાણે 22 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, 22 સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા ઘટશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બરની આસપાસ ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે શનિવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની ચેતવણી પણ આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.તેમણે ગુજરાત અને આસપાસની હવામાન સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમને ધ્યાનમાં રાખીને આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
7/7
હાલ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાત: 113 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત: 89 ટકા, ઉત્તર ગુજરાત: 71 ટકા, સૌરાષ્ટ્ર: 68 ટકા, કચ્છ: 57 ટકા સૌરાષ્ટ્રમાં સરેરાશની સરખામણીએ 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આગામી દિવસોમાં પડનારા વરસાદથી ખાસ કરીને સૌરાષ્ટ્રના વરસાદની ઘટમાં કેટલો સુધારો થાય છે તે જોવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ