ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રાધિકા આપ્ટેએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ગંદકી પર મૌન તોડ્યું, બોલી- એક્શન સીન માટે પણ થઈ હતી ગંદી ડિમાન્ડ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / રાધિકા આપ્ટેએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ગંદકી પર મૌન તોડ્યું, બોલી- એક્શન સીન માટે પણ થઈ હતી ગંદી ડિમાન્ડ

Last Updated: 10:22 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડની નિડર અને ગુણવત્તાસભર અભિનેત્રી રાધિકા આપ્ટેએ ફિલ્મોમાં ન્યુડિટી અને ઈન્ટિમેટ સીન્સને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

1/5

photoStories-logo

1. રાધિકા આપ્ટેએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ગંદકી પર મૌન તોડ્યું, બોલી- એક્શન સીન માટે પણ થઈ હતી ગંદી ડિમાન્ડ

બોલિવૂડમાં પોતાની આકરા અને બેબાક વિચારો માટે જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટેએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કાસ્ટિંગ અને શૂટિંગ દરમિયાન બનતી ઘટનાઓ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાધિકાએ જણાવ્યું કે કરિયરના પ્રારંભમાં કેટલીક ફિલ્મોમાં ન્યુડ સીન્સ આપ્યા બાદ ઈન્ડસ્ટ્રીમાં તેના વિશે એક એવી ખોટી ધારણા બની ગઈ હતી કે તે આવા સીન્સ માટે સહેલાઈથી તૈયાર થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સ્ક્રિપ્ટ વગરના ફેરફારો સામે રાધિકાનો વાંધો

ઝૂમ (Zoom) ને આપેલા ઈન્ટરવ્યૂમાં રાધિકાએ પોતાના જૂના અનુભવો વાગોળતા જણાવ્યું કે, શરૂઆતમાં 4 થી 5 ફિલ્મોમાં ન્યુડ સીન્સ કર્યા પછી કેટલાક લોકો સમજવા લાગ્યા હતા કે તે આગળ પણ હિચકિચાટ વગર તૈયાર થઈ જશે. રાધિકાના કહેવા મુજબ, સેટ પર ઘણીવાર "થોડુંક કરી લો ના" અથવા કિસિંગ સીન અને ઈમ્પ્રોવાઈઝેશનના નામે સ્ક્રિપ્ટ બહારના બદલાવ કરવાનું દબાણ કરવામાં આવતું હતું. તેણે સ્પષ્ટ કર્યું કે જો સ્ક્રિપ્ટમાં તેની જરૂરિયાત ન હોય તો તે હવે આવા સીન્સ માટે સીધો ઈનકાર કરી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. એક્શન સીનમાં અંડરવેઅર પહેરી શૂટિંગ કરવાની વિચિત્ર માગ

એક અત્યંત અસ્વસ્થ કરી દેનારા કિસ્સાનો ઉલ્લેખ કરતાં રાધિકાએ જણાવ્યું કે, એક એક્શન સીનની શૂટિંગ દરમિયાન તેને શર્ટના બટન ખોલીને સીન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જ્યારે રાધિકાએ ફિઝિક્સનું સચોટ ઉદાહરણ આપીને કહ્યું કે એક્શન સીનમાં શર્ટ હલશે જ, ત્યારે સેટ પરના લોકોએ તેને ફક્ત 'બ્રા અને અંડરવેઅર'માં એક્શન સીન કરવાની સલાહ આપી હતી. રાધિકાએ આ સાંભળીને ચોંકી જઈને સામે સવાલ કર્યો હતો કે "તમે આખરે મારી પાસે શું કરાવવા માંગો છો?"

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફિલ્મના વિવાદ પર બેબાક વલણ

વર્ષ 2016 માં આવેલી તેની ચર્ચિત ફિલ્મ 'Parched' ના વાયરલ થયેલા સીન્સ અંગે વાત કરતાં રાધિકાએ કહ્યું કે તેને તે સીન્સ સામે કોઈ વાંધો નહોતો, કારણ કે તે તેના પાત્રની માગ હતી. પરંતુ મીડિયા દ્વારા આ સીનને જરૂર કરતાં વધારે ચગાવવામાં આવ્યો તેનાથી તેને આશ્ચર્ય થયું હતું. ફિલ્મ ફક્ત એક સીન પૂરતી સીમિત નથી હોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 2024 માં એક પુત્રીની માતા બની

ઉલ્લેખનીય છે કે 2012 માં બ્રિટિશ મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કરનાર રાધિકા આપ્ટે 2024 માં એક પુત્રીની માતા બની હતી. હાલમાં તે એન્થોલોજી ફિલ્મ 'Lust Stories 3' માં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોની પ્રશંસા મેળવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LustStories3 RadhikaApte BollywoodNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ