ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમની વાતો કરતો ‘લવ ગુરુ’ થયો મૌન, ભાભર પાસે અકસ્માતમાં કરુણ અંત, મોત પર બનાવી હતી છેલ્લી રીલ

ગુજરાત / પ્રેમની વાતો કરતો ‘લવ ગુરુ’ થયો મૌન, ભાભર પાસે અકસ્માતમાં કરુણ અંત, મોત પર બનાવી હતી છેલ્લી રીલ

Published By: Pravin Joshi

Last Updated: 04:38 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડનું ભાભર ગૌશાળા નજીક બાઇક અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતના સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ સ્પેસમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પોતાના અનોખા અંદાજ અને વિડીયો કન્ટેન્ટથી લાખો લોકોના દિલ જીતનાર જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર 'ગુજ્જુ લવ ગુરુ' એટલે કે ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે.

ભાભર ગૌશાળા પાસે સર્જાયો કરૂણ અકસ્માત

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ચંદન રાઠોડ પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાભર ગૌશાળા નજીક અચાનક બાઇક પરથી નિયંત્રણ ગુમાવતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો કઈ સમજે તે પહેલાં જ ઘટનાસ્થળે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

didha - 2026-09-17T160545.674

અકસ્માતના કારણો અંગે પોલીસ તપાસ શરૂ

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ચંદન રાઠોડ બાઇક પરથી કયા સંજોગોમાં નીચે પડ્યા, કોઈ વાહનની ટક્કર વાગી હતી કે રસ્તાના ખાડા કે અન્ય કારણોસર બાઇક સ્લિપ થયું હતું તે તમામ પાસાઓ પર પોલીસ હાલમાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

વધુ વાંચો : 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી

ચંદન રાઠોડની 'ગુજ્જુ લવ ગુરુ' તરીકેની સફર

ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 'ગુજ્જુ લવ ગુરુ' ના ઉપનામથી કન્ટેન્ટ બનાવતા હતા. પોતાના અલગ અંદાજ, સંવાદો અને મનોરંજક શૈલીને કારણે તેમણે ખૂબ જ ટૂંકા સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો હતો. તેમના અચાનક વિદાયના સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો અને અન્ય ઇન્ફ્લુએન્સર્સ દ્વારા તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhabhar ChandanRathod GujjuLoveGuru

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ