ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી
Last Updated: 03:06 PM, 17 September 2026
ADVERTISEMENT
મોરબીના રહેવાસી વેપારી યુવાનને શેર બજારમાં રોકાણ કરવાની લોભામણી સ્કીમો આપી રૂ 86.25 લાખની રકમ બેંક ખાતામાં અને આંગડીયા પેઢી મારફત ટ્રાન્સફર કરાવી રૂ 86.25 લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી જે ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ત્રણ શખ્સોને ઝડપી લઈને રૂ 61 લાખની રકમ રીકવર કરી છે.
ADVERTISEMENT
આરોપીઓ દ્વારા ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણની લાલચ આપી
મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા અને ટીંબડી નજીક ટાઈલ્સ અને માર્બલનો વેપાર કરતા સીતારામ એન્ટરપ્રાઈઝના માલિક ભરતભાઈ ખીમજીભાઈ વરમોરા ઉ.45 નામના વેપારીના પુત્ર પલ્લવને આરોપીઓ દ્વારા ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરી મોટા આર્થિક ફાયદા થવાની અલગ અલગ સ્કીમો અંગે માહિતી આપી જાળમાં ફસાવવામાં આવ્યો હતો. મે-જુન 2026 ના માસમાં અલગ અલગ તારીખે બેન્ક તથા આંગડિયા પેઢી મારફતે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે યુવાને આરોપીઓને કુલ રૂ. 86,25,950 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ આ રકમ આરોપીઓ ઓળખી ગયા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ સરકારની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં. 1930 ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ હતી.
ADVERTISEMENT
પોલીસે કરી આરોપીઓની ધરપકડ
ADVERTISEMENT
આ ગુનામાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા સાયબર ટીમ દ્વારા ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સિસથી તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખૂલતાં એક ટીમને મહેસાણા રવાના કરવામાં આવી હતી. આ ટીમે ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની અટકાયત કરી છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 61,00,000 ની માતબર રકમ રિકવર કરી છે. આમ ગણતરીના દિવસોમાં મોરબી સાયબર ક્રાઈમ ટીમને આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો