ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીના 76મા જન્મદિવસે વિશ્વ ઉમિયાધામમાં ભવ્ય મહાઆરતી, CM ભૂપેન્દ્ર પટેલે માં ઉમિયાને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી
Last Updated: 08:19 AM, 17 September 2026
ADVERTISEMENT
PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં 7 હજાર 600 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એકસાથે હજારો દીવડાઓ ઝગમગી ઉઠતાં સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભવ્ય નજારો બની ગયું હતું.
ADVERTISEMENT

આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયાધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મધરાતે 12 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ઉમિયાની મહાઆરતી ઉતારી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મહાઆરતી બાદ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય, નિરોગી જીવન અને દીર્ઘાયુ માટે મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT

PM મોદીના 76મા જન્મદિવસને ધ્યાનમાં રાખીને 7,600 દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ ખાસ રીતે કરવામાં આવ્યો હતો. દીવડાઓની રોશનીથી વિશ્વ ઉમિયાધામનો સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. રાત્રિના સમયે મંદિર પરિસરનો આ નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને ભક્તો જોડાયા હતા.
ADVERTISEMENT
મહાઆરતી સાથે આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ‘વંદે માતરમ્’નું ગાન કર્યું હતું. મળતી માહિતી મુજબ, 150 જેટલા Gen Z યુવાનોની આગેવાનીમાં 5 હજારથી વધુ લોકોએ ‘વંદે માતરમ્’ ગાયું હતું. આ દરમિયાન વિશ્વ ઉમિયાધામ પરિસર દેશભક્તિના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.
ADVERTISEMENT
PM મોદીના 76મા જન્મદિવસે 7600 દીવડાથી ઝગમગ્યું વિશ્વ ઉમિયાધામ, CMએ કરી મહાઆરતી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 17, 2026
અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 7600 દીવડાઓ પ્રગટાવી સમગ્ર પરિસરને ઝગમગાવવામાં આવ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં… pic.twitter.com/l7NzMUSuIQ
હજારો લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા હોવાથી ભક્તોની અવરજવર સરળ રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે AMTS દ્વારા 100 વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસો દ્વારા ભક્તોને સરળતાથી પોતાના સ્થળે પહોંચવાની સુવિધા મળી હતી.
ADVERTISEMENT
આ રીતે પીએમ મોદીના 76મા જન્મદિવસે અમદાવાદનું વિશ્વ ઉમિયાધામ ભક્તિ, દીપોત્સવ અને દેશભક્તિના અનોખા સંગમનું સાક્ષી બન્યું હતું. 7,600 દીવડાઓની રોશની વચ્ચે મા ઉમિયાની મહાઆરતી અને પીએમ મોદીના દીર્ઘાયુ માટે કરવામાં આવેલી પ્રાર્થનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો