ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 18 સપ્ટેમ્બરથી બનશે ગુરુ-ચંદ્રનો શુભ યોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 18 સપ્ટેમ્બરથી બનશે ગુરુ-ચંદ્રનો શુભ યોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Last Updated: 07:47 AM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 સપ્ટેમ્બરે ચંદ્ર અને ગુરુની સ્થિતિથી ગુરુ-ચંદ્રનો એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ 4 રાશિના જાતકો માટે કરિયર, વેપાર અને પૈસાની બાબતમાં શુભ સાબિત થઈ શકે છે.

1/7

photoStories-logo

1. ગુરુ-ચંદ્ર યોગથી 4 રાશિ માલામાલ!

18 સપ્ટેમ્બરે મનના કારક ચંદ્રમા ગુરુના સ્વામિત્વવાળી ધનુ રાશિમાં પ્રવેશ કરશે.બીજી તરફ ગુરુ ચંદ્રમાની સ્વામિત્વવાળી કર્ક રાશિમાં બિરાજમાન છે.એટલે બંને ગ્રહ એકબીજાના ઘરમાં રહેશે અને જ્યોતિષમાં તેને ખાસ સંયોગ માનવામાં આવે છે. આ ગ્રહોની સ્થિતિથી કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિના જાતકોને લાભ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગુરુ-ચંદ્રનો દુર્લભ યોગ કેવી રીતે બનશે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 18 સપ્ટેમ્બરે ચંદ્ર ધનુ રાશિમાં ગોચર કરશે. ધનુ રાશિ ગુરુના સ્વામિત્વમાં આવે છે. બીજી તરફ ગુરુ હાલમાં ચંદ્રની સ્વામિત્વવાળી કર્ક રાશિમાં છે. એટલે ચંદ્ર અને ગુરુ એકબીજાના સ્વામિત્વવાળા રાશિ સ્થાનમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિને ગુરુ-ચંદ્રના વિશેષ સંયોગ તરીકે જોવામાં આવે છે. જ્યોતિષીઓના મતે તેની અસર કેટલીક રાશિઓના કરિયર, વેપાર અને આર્થિક સ્થિતિ પર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ યોગ લાભદાયક રહી શકે છે. આ સમય દરમિયાન તમે વિરોધીઓ અને શત્રુઓ પર હાવી થઈ શકો છો. નોકરી કે કામકાજમાં લાંબા સમયથી અટકેલા કામ હવે આગળ વધવાની શક્યતા છે. માતા તરફના સંબંધીઓ પાસેથી આર્થિક લાભ મળવાના યોગ પણ બની શકે છે. પ્રથમ ભાવમાં ગુરુની સ્થિતિ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે અને તેનો સારો પ્રભાવ તમારા કામકાજમાં જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે પણ ગુરુ-ચંદ્રનો આ સંયોગ સારા પરિણામ આપી શકે છે. ગુરુ તમારા લાભ ભાવ એટલે કે અગિયારમા ભાવમાં રહેશે જ્યારે ચંદ્ર સુખના ચોથા ભાવમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિથી આવકના નવા રસ્તા મળી શકે છે. વેપાર કરતા લોકોને કોઈ સારી ડીલ મળી શકે છે અને કેટલાક લોકો નવું કામ શરૂ કરવાનું પણ વિચારી શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ધનુ રાશિ

18 સપ્ટેમ્બરે ચંદ્રનું ગોચર ધનુ રાશિમાં જ થવાનું હોવાથી આ રાશિના જાતકો માટે સમય ખાસ રહી શકે છે. અચાનક ધનલાભ થવાની શક્યતા છે. તમારી વાણી અને વ્યવહારનો પ્રભાવ લોકો પર જોવા મળી શકે છે. આર્થિક રીતે આગળ વધવાની નવી તકો મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહી શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને સફળતા મળવાના યોગ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે પણ આ યોગ શુભ પરિણામ આપી શકે છે. આ દરમિયાન ગુરુ પાંચમા ભાવમાં અને ચંદ્ર દસમા ભાવમાં રહેશે. જેના કારણે તમારી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામોને ગતિ મળી શકે છે. નોકરીની શોધ કરી રહેલા લોકોને પોતાની પસંદગીની જગ્યાએ રોજગાર મળવાની શક્યતા છે. આ ઉપરાંત કોઈને ઉધાર આપેલા પૈસા પરત મળવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Zodiac Signs 18 September Astrology Guru Chandra Yog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ